Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 30 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ભજવે. ઘણા પ્રકાશકો, લેખકો મોહનભાઈની મદદ લેતા - રણજિતરામ અને મુનશીને મોહનભાઈએ માહિતી, સંદર્ભો પૂરા પાડ્યા છે - મોહનભાઈ કામનો વધારે બોજો ઉઠાવીને પણ એવી મદદ કરવાનું સ્વીકારતા, જોકે એ બાબતની કૃતજ્ઞતાપૂર્વક નોંધ ભાગ્યે જ લેવાઈ છે. સામે પક્ષે મોહનભાઈ પોતે, પોતાને કોઈની મદદ મળી હોય તો એની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધા વિના ન રહે. મોહનભાઈના ગ્રંથોનાં નિવેદનોમાં એમને મદદ આપનારાઓનાં જે નામો આવે છે તેની યાદી કરીએ તો ઘણી મોટી થાય. મોહનભાઈનો વિદ્યાપ્રેમ વિદ્યાપ્રવૃત્તિઓમાં આર્થિક મદદ કરવા સુધી પહોંચતો. સુખલાલજી કશા કામનો વિચાર કરે ત્યારે એમના વારવા છતાં મોહનભાઈ, કામ પોતાને ગમે છે માટે રૂપિયા પાંચસો આપવા તૈયાર થઈ જાય, દરબારીલાલને સાહિત્યપ્રકાશન માટે મુશ્કેલી છે એમ જાણતાં વગર માગ્યે પૈસા મોકલાવે, પરદેશ ભણવા જતા વિદ્યાર્થીને આર્થિક મદદ પૂરી પાડે. મોહનભાઈનો આ નર્યો વિદ્યાપ્રેમ સૌને સ્પર્શી જાય એવો હતો. ગુણાનુરાગ મોહનભાઈની પ્રકૃતિ ગુણાનુરાગી હતી. કોઈ પણ વ્યક્તિમાં જે કંઈ સારું જુએ એના એ ચાહક બની જતા. એમાં ઉંમર, નાતજાત, સંપ્રદાય કશું આડે ન આવે. જિનવિજયજી સાધુવેશ છોડે તેથી મોહનભાઈના એમના વિશેના આદરમાં કશો ફરક ન પડે. વાડીલાલ મોતીલાલ શાહ સામે જૈન સમાજમાં ઘણો વિરોધ, પણ મોહનભાઈને એમના જે ગુણો જણાય એની કદર કરવામાં એ પાછા ન પડે. આ કારણે મોહનભાઈ વિવિધ પ્રકારના લોકો સાથે સ્નેહસંબંધ નભાવી શકતા હતા અને એમના સ્નેહસંબંધો વિશાળ હતા. સત્યપ્રિયતા અને સ્પષ્ટવક્નત્વ પણ મોહનભાઈમાં અંધ ગુણાનુરાગ ન હતો. સત્યપ્રિયતા અને સ્પષ્ટવક્તત્વના ભોગે એ ગુણાનુરાગી ન હતા. મિત્ર સાથે મતભેદ હોય તો એ પ્રગટ કર્યા વિના ન રહેતા અને મિત્રની ટીકા કરવાની થતી હોય તો એ કરી શકતા. કેસરિયાજી તીર્ષના થડા વિશેના મોતીચંદ કાપડિયાના અહેવાલમાં દિગંબર મુનિ માટે એકશન વપરાયું હતું તે પોતાને અનુચિત