Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પાત્રને જબરા political Jain monk (રાજદારી જૈન સાધુ) તરીકે reprensible (તિરસ્કરણીય) સ્વરૂપમાં સુજીને મૂક્યો ને હવે હેમચંદ્રને મંજરીમાં મોહ પમાડી પછી પ્રાયશ્ચિત લેવડાવી શુદ્ધ કરવા માગો છો ? પવિનીને નગ્ન રાખી તપ કરી સરસ્વતીનું વરદાન લેનાર આજન્મ બ્રહ્મચારી હેમચંદ્ર આવું સ્વપ્ન પણ કરે છે ? સર્વ પર વિચારતાં જૈન પાત્રો અને જૈનત્વ પ્રત્યે આપનો કેવો સ્નેહાળ આદરભાવ છે તે આપ પ્રત્યક્ષ કરતા નથી ? આપે “પાટણની પ્રભુતા' પછી જે ખુલાસો ઘડ્યો હતો તે યાદ છે કે? અલબત્ત નવલકથાકાર પ્રતિક્ષણે ઐતિહાસિક જ રહી ન શકે એ ખરું છે, તેને અનેક પાત્રો ઉપજાવવાં પડે છે અને ખરાં પાત્રોમાં અનેક ઉપજાવેલી ઘટનાઓ મૂકવી પડે છે, પણ તે સ્વતંત્રતાને સ્વછંદતામાં પરિણમાવવી ન ઘટે. આપનાં માનીતાં પાત્રો સિદ્ધરાજ, ત્રિભુવનપાલ, કાકભટ્ટ તે તો સર્વગુણસંપન્ન. સિદ્ધરાજ ને રાણકદેવીનો પ્રસંગ કેમ ચીતર્યો નથી? જસમા ઓડણ ને સિદ્ધરાજનો પ્રસંગ ક્યાં લુપ્ત થયો? હેમચંદ્ર માટે કલ્પેલો પ્રસંગ જૈનોના આત્માને દુભવશે એ હું જણાવી દઉં છું. છતાં હવે તે કલ્પીને લખવો, પ્રકટ કરવો કે નહીં તે તમારી સ્વાયત્તત્તા પર છે. એટલેકે પછી “ધણીનો કોઈ ઘણી' નથી.” (તા.૩૧-૧૦-૨૨નો પત્ર, જૈનયુગ, માર્ગશીર્ષ 1982, પૃ.૧૭૩) અને વિવાદપ્રસંગે આ પત્ર ઉદ્ધત કરી કડક રીતે નોંધ કરે છે કે “મારા ઉત્તરમાં સ્પષ્ટ ચેતવણી છતાં પણ રા.મુનશીએ જૈન ભાવનાને - હેમચંદ્રસૂરિશ્રીની પવિત્ર શુદ્ધ નૈષ્ઠિક આજન્મ બ્રહ્મચારી જીવનચર્યાને યથાસ્વરૂપે પોતાની નવલમાં આલેખી નથી ને પોતાના માનેલા કલ્પિત સ્વરૂપમાં અને ભ્રષ્ટ રીતે ચીતરેલ છે અને એમાં જ પોતાની બહાદુરી માનેલી છે. રૂબરૂમાં ચર્ચા કરતાં તેઓએ જણાવેલું યાદ છે કે હેમચંદ્રજી એક મનુષ્ય હતા અને મનુષ્યના વિકારો તેમને ન જ થાય, આ ન થયા હોય, એ સંભવિત નથી, ને તે છતાં એક વખત થયેલ વિકારોને નિર્મૂળ કરે તેમાં તેમની કસોટી છે - દેવિક્તા છે. વાહ ! કેવી વકીલાત !" (એજન, પૃ.૧૭૧) આમ છતાં, છેવટે એમની દૃષ્ટિએ મહત્ત્વનો મુદ્દો બને છે તે હિંદુઓ - બલકે હિંદીઓની એકતાનો. જાહેર વિવાદપ્રસંગે પોતાનું દૃષ્ટિબિંદુ તેઓ