Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 26 વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્ય પ્રતિભા શકતા. સુખલાલજી કે જિનવિજયજી પાસે રહેવા જાય ત્યાંયે પોતાનું કામ લઈ જઈ શકે અને એકલા પડે ત્યારે કામ કર્યા કરે. કૉર્ટમાં પણ નવરાશના સમયમાં પૂફો જુએ. કાર્યપદ્ધતિનો કોયડો મોહનભાઈનો દીવાનખંડ જોઈને કોઈને એમ લાગે કે એમનામાં વ્યવસ્થાબુદ્ધિ ન હતી. ચારે બાજુ ખડકાયેલાં પુસ્તકો-પોથીઓમાંથી પોતાને જોઈતી વસ્તુ કેવી રીતે શોધી શકતા હશે એવો પ્રશ્ન પણ થાય. પણ અનેક સંદર્ભોથી ઊભરાતાં મોહનભાઈનાં સર્વગ્રાહી લખાણો જોતાં એમની પોતાની કોઈક વ્યવસ્થા હશે જ એમ લાગ્યા વિના રહેતું નથી. એ પોતાની વસ્તુઓ આઘીપાછી ન થાય માટે ઘણી વાર પોતાની ગેરહાજરીમાં કચરો પણ કાઢવા ન દેતા. એમની સ્મૃતિ તો ઘણી સારી હતી જ. જોઈતું પુસ્તક પોતાની જગ્યાએ બેઠાંબેઠાં જ એ બતાવી શકતા અને એમાંથી જોઈતું પાનું પણ તરત શોધી શકતા. મોહનભાઈએ જે પ્રકારનાં કામો કર્યા છે તે તો ઘણી ઝીણી અને ચોકસાઈભરી વ્યવસ્થાઓ માગે. અનેક સંદર્ભો જોડવાના હોય, સમયના ક્રમથી સામગ્રી પ્રસ્તુત કરવાની હોય ત્યારે સૂચિકાર્ડની કે એવી કોઈ વ્યવસ્થા નિપજાવવી પડે. માત્ર સ્મૃતિથી એ બધું ન થઈ શકે. મોહનભાઈએ આવી વ્યવસ્થાઓ નિપજાવી હતી કે કેમ અથવા કઈ કાર્યપદ્ધતિથી એમણે આ કામો કર્યો એ જાણવાનું અત્યારે કોઈ સાધન નથી. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'ની અનુક્રમણિકાઓની 7500 કાપલીઓ થયેલી, જેને 23 વિષયોમાં વહેંચવામાં આવેલી એમ મોહનભાઈએ નોંધ્યું છે. પરંતુ ગ્રંથની મૂળ સામગ્રીને તૈયાર કરવામાં એમની કાર્યપદ્ધતિ કઈ હતી એ એમણે નોંધ્યું નથી. ધાર્મિક આચારવિચાર મોહનભાઈ કુલધર્મથી મૂર્તિપૂજક જૈન હતા. પણ જૈન તરીકેના સઘળા બાહ્યાચારો ચુસ્ત રીતે પાળનારા ન હતા. તીર્થસ્થાનોએ જાય ત્યાં દર્શન-સેવા-પૂજાનો લાભ એ જરૂર લે, એક વખતે સગાંસ્નેહીઓને પાલીતાણાની જાત્રા પણ એમણે કરાવેલી, પરંતુ રોજ દેવપૂજા કરવાનો એમનો કોઈ નિયમ ન હતો. કોઈ યંત્રની પૂજા ઘર કરતા એમ જાણવા