Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 10 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા અરસામાં એ મોતીચંદ કાપડિયા સાથે કૉન્ફરન્સના જૈન એજ્યુકેશન બૉર્ડના સેક્રેટરી થયેલા અને ૧૯૧૮ના અરસામાં કૉન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી થયેલા. કૉન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તો એ હતા જ. આ નિમિત્તે મોહનભાઈને કૉન્ફરન્સનાં અનેક કાર્યોમાં જોડાવાનું થયું. કૉન્ફરન્સે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈન ચેર માટે દાન આપ્યું ને પંડિત સુખલાલજી એ ચેર પર ગયા તેમાં મોહનભાઈએ લીધેલા ઉત્કટ રસે ઘણો ભાગ ભજવેલો. શત્રુંજય તીર્થ અંગેની પાલીતાણાના રાજવી સામેની જૈન સમાજની લડત જેવા પ્રશ્નોમાં પણ મોહનભાઈને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ભાગ લેવાનો આવેલો. ૧૯૧૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારે મોહનભાઈ એના સ્થાપક સભ્યો માંહેના એક હતા અને પછી જીવનભર એની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે રહ્યા હતા. ૧૯૪૦માં વિદ્યાલયની રજતજયંતી ઊજવાઈ ત્યારે એ પચીસેય વર્ષ કશા વિક્ષેપ વિના વ્યવસ્થાપક સમિતિના સભ્ય રહી હોય એવી બે જ વ્યક્તિઓ હતી - મોતીચંદ ગિરધરલાલ કાપડિયા અને મોહનલાલ દલીચંદ દેશાઈ. વિદ્યાલયની અનેક યોજનાઓમાં મોહનભાઈનો સક્રિય હિસ્સો હતો. એમણે વિદ્યાલયને લલિતસૂરિનો હસ્તપ્રતસંગ્રહ મેળવી આપેલો. વાડીલાલ મોતીલાલ શાહે ૧૯૧૭માં મુંબઈમાં સ્થાપેલા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના મોહનભાઈ અનુમોદક હતા અને એની કારોબારી સભાના સભ્ય પણ રહેલા. જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયા, મુંબઈ માંગરોળ જૈન સભા વગેરે અન્ય કેટલીક સંસ્થાઓના પણ એ અગ્રણી કાર્યકર્તા હતા. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના એ નિયમિત વ્યાખ્યાતા હતા. ૧૯૨૬માં કોલ્હાપુર રાજ્યના શિરોલ રોડ ગામે દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાન્તિક પરિષદનું ચોથું અધિવેશન થયું તેમાં પ્રમુખપદ શોભાવવાનું માન મોહનભાઈને મળેલું તે જૈન સમાજમાં એમણે પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠાનું સૂચક છે. સમર્થન થતું નથી. આ પુસ્તકમાં કોઈકોઈ હકીકતદોષ જોવા મળ્યા છે, તેથી આ પણ હકીકતદોષ હોય એવો સંભવ છે. પંડિત સુખલાલજી જૈનયુગને કેવળ પાક્ષિક કહે છે, એમાં પણ કંઈક સમજફેર લાગે છે.