Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા 13. કુટુંબપ્રેમ અને કૌટુંબિક ચિંતા વકીલાતનો વ્યવસાય, જીવનભરની અવિરત સાહિત્યસાધના અને જાહેરજીવનનાં આટઆટલાં રોકાણો - એમાં મોહનભાઈ કુટુંબને કેટલો સમય આપી શકતા હશે એવો પ્રશ્ન સહેજે થાય. પરંતુ મોહનભાઈ કુટુંબપ્રેમી હતા એમ દેખાય છે. મામાના કુટુંબ સાથેના એમના આત્મીય સંબંધની વાત આપણે કરી ગયા. નાના ભાઈ મગનભાઈને અને અન્ય ઘણા કુટુંબીઓને મોહનભાઈ ઓથ આપતા. એમના જમાઈ લીલાધરભાઈ કહેતા કે મોહનભાઈ ઘણી વાર એમની સાથે રાતના બાર વાગ્યા સુધી મામાના ઘરની, સ્નેહીઓની અને કુટુંબની વાતો કરતા. ૧૯૩૫માં મોહનભાઈએ પોતાનાં સગાંસ્નેહીઓને પાલીતાણાની જાત્રા પણ કરાવેલી. પરંતુ મોહનભાઈનું કુટુંબજીવન ઉપાધિમુક્ત નહોતું. પિતાની સામાન્ય આર્થિક સ્થિતિને કારણે કુટુંબનો મદાર સ્વાભાવિક રીતે જ મોહનભાઈ કમાતા થાય એ પર હતો. ૧૯૧૧માં મોહનભાઈ કમાતા થયા અને ૧૯૧૪માં તો પિતાનું અવસાન થયું. એટલે કુટુંબનો સંપૂર્ણ બોજો મોહનભાઈ પર આવી પડ્યો. માતા 1922-23 સુધી લુણસર અને પછી રાજકોટ રહ્યાં ને ૧૯૨૯માં એ પણ અવસાન પામ્યાં. મોહનભાઈ પોતે બે વખત પરણેલા. પ્રથમ લગ્ન ૧૯૧૧માં જેતપુરના વકીલ અભેચંદ કાળીદાસ ઉદાણીની પુત્રી હેમકુંવર સાથે થયેલાં. એમનું ૧૯૨૦ના અરસામાં અવસાન થતાં બીજાં લગ્ન એ વર્ષમાં રાજકોટના શામળદાસ વાલજી ખારાની પુત્રી પ્રભાબહેન સાથે થયેલાં. પ્રથમ લગ્નથી મોહનભાઈને એક પુત્ર (નટવરલાલ) તથા એક પુત્રી (લાભુબહેન) થયેલાં અને બીજાં લગ્નથી બે પુત્ર (રમણીકલાલ તથા જયસુખલાલ) અને ત્રણ પુત્રી (તારાબહેન, રમાબહેન તથા ચંદ્રિકાબહેન) થયેલાં. મોટા પુત્ર નટવરલાલનો અભ્યાસ બહુ સંતોષકારક ન હતો તેથી મોહનભાઈને એમની ચિંતા રહેતી. એમને વાંચવા માટે તવાવાળા બિલ્ડિંગમાં નીચે એક રૂમ રાખેલી, જેમાં મામાના દીકરા છબીલદાસ પણ સાથે રહેલા. એ રૂમને એ લોકો વાંઢાવિલાસ તરીકે ઓળખાવતા. નટવરલાલે છેવટે નૉનમેટ્રિક જ રહી નોકરીએ વળગવાનું થયું. પછીથી નટવરલાલે મુંબઈમાં પોતાનો સુખી મધ્યમવર્ગીય ઘરસંસાર ઊભો કરી લીધો, પણ પોતાની