Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા લેવા લાગ્યા - અનેક જૈન સંસ્થાઓ સાથે સંકળાવા લાગ્યા. આમાં વકીલાતને એ કેટલો સમય આપી શકે ? વકીલાતને ભોગે સેવા પ્રવૃત્તિ પિકેટ ક્રૉસ લેઈન પાસે મોહનભાઈએ ઑફિસ રાખેલી ત્યાં કૉર્ટનો સમય પૂરો થયા પછી મોહનભાઈ જતા અને બેચાર કલાક પોતાના વ્યવસાયને લગતું કામ કરતા. રાત્રે 10 સુધી કોઈ વાર ઘેર અસીલો આવતા, પણ સામાન્ય રીતે ઘેર એ સાહિત્યસેવામાં જ સમય ગાળતા - રાતના બે વાગ્યા સુધી જાગીને ! કૉર્ટમાં પણ નવરાશ હોય ત્યારે મોહનભાઈ પ્રૂફ જોતા બેઠા હોય. કૉર્ટનાં વેકેશનો તો એ સામાન્ય રીતે “જૈન ગૂર્જર કવિઓની સામગ્રી માટે જુદાંજુદાં સ્થળોએ જવામાં ગાળતા. પોતે સંકળાયેલા હોય એ સંસ્થાઓની હોદ્દેદારોની મીટિંગો, જૈન સમાજની સભાઓ, સાહિત્ય પરિષદના સંમેલનો અને કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી - આ બધાં રોકાણો પણ મોહનભાઈના વકીલાતના સમય પર કાપ મૂકે. વળી, પંડિત સુખલાલજી કે જિનવિજયજી મુંબઈમાં હોય ત્યારે કેવળ જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને જ એમને નિયમિત મળવા જવાની - રજા હોય તો એમની સાથે રહેવાની - મોહનભાઈને ઉત્સુકતા. મોહનભાઈની વિદ્યાપ્રવૃત્તિ અને જાહેર સેવા પ્રવૃત્તિ વકીલાતને ભોગે જ વિકસતી રહી. જાહેરજીવનની કામગીરીઓ - જૈન સમાજની મોહનભાઈને જાહેરજીવનની કેવીકેની જવાબદારી અદા કરવાની આવી ? ૧૯૧૨ના એપ્રિલથી ૧૯૧૯ના જાન્યુ.-ફેબ્રુ. સુધી એમણે જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડના માનાર્ય સંપાદકની કામગીરી બજાવી અને 1925 (વિ.સં.૧૯૮૧ ભાદરવો)થી 1930 (વિ.સં. 1986 અસાડ-શ્રાવણ) સુધી એ જ સંસ્થાના મુખપત્ર “જૈનયુગ'નું સંપાદન કર્યું. વચ્ચે ૧૯૧૬-૧૭ના 1. બહેરલ્ડ' છોડતી અને જૈનયુગ' શરૂ કરતી વખતે મોહનભાઈએ બહેરલ્ડ' પોતે ૧૯૧૧ના એપ્રિલથી સંભાળેલું એમ લખ્યું છે તે એમનો મૃતિદોષ છે. 2. “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનો ઇતિહાસ' એમ નોંધે છે કે “સં. ૧૯૮૬-૮૭માં જૈનયુગને પાક્ષિક બનાવવામાં આવ્યું હતું અને શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ તેનું તંત્રીપદ સંભાળ્યું હતું.” (પૃ.૧૨૯) પરંતુ આ માહિતીનું અન્યત્રથી