Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ગામે, તા. એપ્રિલ, 1885 (વિ.સં.૧૯૪૧ ચૈત્ર વદ 3) ને સોમવારના રોજ, દશાશ્રીમાળી વણિક કુટુંબમાં. ધર્મે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન. પિતાનું નામ દલીચંદ, માતાનું નામ ઉજમબા. ઘેર દુઝાણું હતું એનું ઘી વેચાય અને દલીચંદભાઈ આજુબાજુનાં ગામોમાં ચીજવસ્તુઓની ફેરી કરતા તેમાંથી કુટુંબનિર્વાહ થતો. કુટુંબનિર્વાહના સાધન તરીકે દુઝાણું તો ઊજમબાએ દલીચંદભાઈના અવસાન પછી પણ ચાલુ રાખેલું. આ રીતે કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. મોહનભાઈ કહેતા કે હું તો ગરીબ કુટુંબમાં જન્મ્યો છું અને મામાની સહાયથી જ ભણી શક્યો છું. મામાં પ્રાણજીવન મોરારજી શાહ રાજકોટ સ્ટેટના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા અને મોહનભાઈએ માધ્યમિક શિક્ષણ રાજકોટમાં એમને ત્યાં રહીને લીધેલું. સૌથી વહાલું સંતાન દલીચંદભાઈને ચાર સંતાનો હતાં - બે પુત્રો અને બે પુત્રીઓ. એમાં મોહનભાઈ સૌથી મોટા. પિતાનું એ સૌથી વહાલું સંતાન. મરણપથારીએ હતા (1914) ત્યારે પિતા મોહનને ઝંખતા હતા અને મોહન તો હતો મુંબઈ. નેહીઓને લાગ્યું કે આ જીવને મોહનની વાસના રહી જશે અને એ અવગતિએ જશે. નાના પુત્ર મગનને મોહનનો વેશ પહેરાવી પિતા સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને પિતાએ સંતોષથી દેહ છોડ્યો. ધર્મનિષ્ઠ, ઉદારચરિત મામા મામ પ્રાણજીવનભાઈ જૈન સમાજના અગ્રણી અને રાજકોટની પ્રજામાં અત્યંત પ્રતિષ્ઠિત. સૌ “ડિપોટી' તરીકે ઓળખે. પોતે અત્યંત ધાર્મિક વૃત્તિના, જૈન શાસ્ત્રોના જાણકાર અને પ્રામાણિક, સત્યનિષ્ઠ, નીતિનિષ્ઠ, સાદાઈભર્યા જીવનના આગ્રહી હતા. નિયમિત સામાયિક-પ્રતિક્રમણ કરે, કદી સંડાસનો ઉપયોગ ન કરે અને હંમેશાં ગામ બહાર ખુલ્લામાં જ મળવિસર્જન કરે, ચા પીન નહીં, સાબુ વાપરે નહીં અને હાથે દળેલા લોટની જ રસોઈ જમે. રોપકારવૃત્તિ ને સેવાભાવ પણ ખરાં. એમના પુત્ર છબીલભાઈએ કહેલો એક પ્રસંગ મામાની સહાયવૃત્તિ અને મનની મોટાઈનું આબાદ દર્શન કરાવે એક વખત એક ગરીબ વિધવા બાઈ પ્રાણજીવનભાઈ પાસે મદદ