________________
સંસ્થાના વિકાસની સંક્ષિપ્ત તવારીખ
અખૂટ શ્રદ્ધા, સતત સાધના, સમર્પણ ચોગ, સંઘર્ષમિશ્રિત સહયોગ
અને સતત પ્રેમ-પરિશ્રમની પચીસ વર્ષની મંગળ યાત્રાની તવારીખ : સંસ્થાની ઉત્પતિની પૂર્વભૂમિકા :
- ઈ.સ. ૧૯૦૫થી જેનો મંગળ પ્રારંભ થયેલ અને ૨૫ (પચીસ) વર્ષો સુધી સતત વિકાસશીલ રહેલી. આ સંસ્થાની વિવિધલક્ષી છતાં મુખ્યપણે આધ્યાત્મિલક્ષી પ્રવૃત્તિઓની સંસ્કારયાત્રાની ગતિવિધિ સારી રીતે સમજી શકાય તે માટે તેની સ્થાપનાના સંજોગો તરફ લઈ જનાર કેટલાક ખાસ બનાવોની પરંપરારૂપ પૂર્વભૂમિકાને પણ સમજવી જરૂરી લાગવાથી તે અત્રે વાચકવર્ગ સમક્ષ સાદર પ્રસ્તુત કરેલ છે.
ઈ.સ. ૧૯૬૯ત્ની ૧૪ ફેબ્રુઆરીએ પોતાના જીવનનું આમૂલ અંતર-પરિવર્તન થતાં કોબાની આ સંસ્થાના પ્રેરક-આધસંસ્થાપકની (તે વખતના ડો. મુકુંદ સોનેજીની) જીવનદિશા ઝડપથી બદલાવા લાગી હતી. કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓને ગૌણ કરીને, સત્સંગ-ભક્તિ-સાહિત્યસર્જનસ્વાધ્યાય-તીર્થયાત્રા અને નિવૃત્તિક્ષેત્રની સાધનાની દિશામાં સમય અને શક્તિનો ઉપયોગ હવે વધારે , ને વધારે થવા લાગ્યો હતો. - ઉપરોક્ત સર્વ પ્રકારની સત્રવૃત્તિઓ અને સાધનોનો પ્રારંભ, જે ઈ.સ. ૧૯૬૯થી વિશેષરૂપે અમલમાં આવ્યો તેની ઉત્તરોત્તર વૃદ્ધિના, સમયગાળાની અપેક્ષાએ, મુખ્ય ચાર વિભાગો કરી શકાય ? (૧) ઈ.સ. ૧૯૬થી ૧૯૦૪ : સ્વાધ્યાય, ભક્તિ અને આત્મચિંતનની મુખ્ય તારૂપ પ્રથમ તબક્કો. (૨) ઈ.સ. ૧૯૦૫થી ૧૯૮૪ઃ ઉત્સાહપૂર્ણ તીર્થયાત્રાઓ, સતત સાહિત્ય-સર્જન અને સ્વાધ્યાય-સત્રોનાં
આયોજનો દ્વારા સત્ય, અહિંસા, અનેકાન્તવિદ્યા અને પર્યાવરણરક્ષાના પ્રચાર-પ્રસારરૂપ બીજો
તબક્કો. (૩) ઈ.સ. ૧૯૮૫થી ૧૯૯૩ : ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશ-ચાત્રાઓ દ્વારા ધર્મપ્રભાવના;
યુવાશિબિરો અને આધ્યાત્મિક શિબિરો દ્વારા ધર્મજાગૃતિ, તેમ જ કોબાની સંસ્થાના વૈવિધ્યપૂર્ણ
વિકાસરૂપ ત્રીજો તબક્કો. (૪) ઈ.સ. ૧૯૯૪થી ૨૦૦૦: સંસ્કારપ્રેરક યોગશિબિરો, વિદ્વોષ્ઠિઓ, તત્ત્વજ્ઞાનસત્રો, આરોગ્યવર્ધક
પ્રવૃત્તિઓ, ગુરુકુળ સંચાલન અને સાધકોના જીવનવિકાસલક્ષી અને આધ્યાત્મિક પ્રશિક્ષણરૂપ ચોથો
તબક્કો. (૧) સંસ્થાની સ્થાપના પૂર્વેનો પ્રથમ તબક્કોઃ (ઈ.સ. ૧૯૬૯થી ૧૭૪)
આ કાળ દરમિયાન ડો. મુકુંદભાઈ સોનેજીની મુખ્ય પ્રવૃત્તિ સ્વાધ્યાય, ભક્તિ અને ચિંતનની રહી. અભ્યાસના મુખ્ય મથકો અમદાવાદમાં પંચભાઈની પોળની શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા અને હરિનગરનું નિવાસસ્થાન રહ્યાં. સર્વશ્રી જયંતિભાઈ પી. શાહ, ભોગીલાલ શાહ, ચંદુભાઈ મહેતા, હેમેન્દ્રભાઈ બી. શાહ, શકરાલાલ ગિરધરલાલ, રમણીકભાઈ શેઠ, રતિભાઈ લાલભાઈ શાહ, વિનોદભાઈ દલાલ, વિઠ્ઠલભાઈ ભાવસાર, મણિલાલ લહેરચંદ, ચીમનભાઈ નાયક, જાસૂદબેન, જ્યોતિબેન વગેરે તથા ઇડર, અમદાવાદ, મોરબી, રાજકોટ, નરોડા, ઉત્તરસંડા, અગાસ અને ચરોતર તથા સાબરકાંઠાના ગામોના
રજા, યંક વર્ષ : રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org