________________
પુનઃ જાગૃતિનું નિમિત્ત અને આત્મસાક્ષાત્કારનો સુયોગ ૧૯૬૮ના ઓક્ટોબરમાં દવાની આડઅસર થવાથી તેઓને મોઢામાં છાલાની ગંભીર બિમારી આવી પડી. ફરજિયાત નિવૃત્તિના આ પ્રસંગે, તેઓએ પુનઃ પોતાનો શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો અને લગભગ પાંચ માસના આ ધનિષ્ઠ અને ગહન ચિંતન-મનનના ફળરૂપે તા. ૧૪-૨-૧૯૬૯ના રોજ વિશેષ એકાગ્રતા થતાં, તેઓના જીવનમાં શુદ્ધ આત્મજ્ઞાન નો પ્રકાશ ઉદય પામ્યો. • ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન અમદાવાદ, વડવા, ખંભાત, ઈડર, નરોડા , રાજકોટ, મુંબઈ આદિ અનેક સ્થળોએ તેમના
સ્વાધ્યાયોનું આયોજન થયું તથા ભદ્રેશ્વર, શંખેશ્વર પાથૅનાથ, વવાણિયા, પાલીતાણા, સોનગઢ, આદિ અનેક ધર્મતીર્થોની યાત્રાઓ તેમના સાન્નિધ્યમાં યોજવામાં આવી અને આજદિન પર્યત સ્વાધ્યાય તથા તીર્થયાત્રાઓ અવારનવાર ગોઠવાય છે.
ઈ.સ. ૧૯૭૫માં અમદાવાદ મુકામે સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિની વૃદ્ધિના આશયથી સત્કૃત-સેવા- સાધના કેન્દ્રની સ્થાપના કરી. • ઈ.સ. ૧૯૭૬માં પ.પૂજ્યશ્રી સહજાનંદજી મહારાજ ની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. ઈ.સ. ૧૯૮૨માં, શાંતિમય વાતાવરણમાં સાધક જીવનના સર્વતોમુખી વિકાસ અર્થે શહેરના કોલાહલથી દૂર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ની કોબા મુકામે સ્થાપના કરી. ઈ.સ. ૧૯૮૪માં ગિરનાર મુકામે પ.પૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજના આશીર્વાદ અને આજ્ઞાથી વિશિષ્ટ નિયમ-વ્રતોને અંગીકાર કરી આત્માનંદજી નામ ધારણ કર્યું. ઈ.સ. ૧૯૮૪માં આફ્રિકા-યુ.કે. ની ધર્મયાત્રા અને ઈ.સ. ૧૯૮૭માં અમેરિકા, કેનેડા, યુ.કે. ની ધર્મયાત્રા દ્વારા વિદેશસ્થિત સાધક મુમુક્ષુઓને પ્રબુદ્ધ જીવન જીવવાનું ઉત્તમ માર્ગદર્શન પુરું પાડયું અને વિદેશમાં સારી એવી ધર્મપ્રભાવના થઈ. ઈ.સ. ૧૯૮૬માં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનું નામ સંસ્થા સાથે જોડવામાં આવ્યું . ઈ.સ. ૧૯૯૦ના ઓક્ટોબર મહિનામાં, લંડનનાં બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ફિલિપ્સને આંતરરાષ્ટ્રીય જૈન સમાજ તરફથી જૈન ડેકલેરેશન ઓન નેચર અર્પણ કરવામાં આવ્યું તેમાં અગ્રગણ્ય સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા લંડન-આફ્રિકામાં વિવિધ સ્થળોએ સત્સંગ-ભક્તિ પ્રવચનો દ્વારા ધર્મપ્રભાવના કરી હતી. • ઈ.સ. ૧૯૯૧માં ડીસેમ્બરમાં વિદ્યા-ભક્તિ-આનંદધામ" એ નામના વિશાળ અને સુવિધાપૂર્ણ સ્વાધ્યાય હોલનો મંગળ પ્રારંભ કર્યો, જેમાં ભારતના અનેક અગ્રણી સંતો પણ પધાર્યા હતાં. ઈ.સ. ૧૯૯૩માં શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદ ની શતાબ્દી નિમિત્તે ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને શ્રીમદ્ રાજચંદ્ર તત્વજ્ઞાનની સચોટ રજૂ આત કરીને ધર્મભાવનાનાં ક્ષેત્રે તેઓશ્રીએ વિશિષ્ટ યોગદાન આપ્યું . ઈ.સ. ૧૯૯૬માં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે, કોબા, અમદાવાદ, મુંબઈ તથા ગુજરાતના અનેક શહેરો તથા ગામડાઓમાં લગભગ સોએક જેટલા પારાયણોનું આયોજન કરીને વિશાળ સંખ્યામાં લોકોને તે સુશાસ્ત્રથી સુપરિચિત કર્યા. ઈ.સ. ૧૯૯૭નાં ડિસેમ્બરમાં વિદેશથી શિબિર-તીર્થયાત્રા માટે આવેલા મુમુક્ષુ ભાઈ-બહેનોને વિશેષ પ્રેરણા આપવા તેઓશ્રીએ જુ લાઈ - ૧૯૯૮ અને ૨૦૦૦ માં ઈંગ્લેન્ડ અને અમેરિકાની ધર્મયાત્રા કરી હતી જેમાં ગુરુપૂર્ણિમા ની ઉજવણી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આમ છેલ્લા ત્રીસેક વર્ષોથી આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વાધ્યાય-પ્રવચનો, તીર્થયાત્રાઓ, યુવા-શિબિરો, સાહિત્યપ્રકાશનો, ગુરુકુળ - સંચાલન તથા આરોગ્ય સેવાઓનાં ક્ષેત્રે તેઓશ્રીએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું છે. તેઓશ્રીની કાર્યશૈલીની વિશેષતા એ છે કે નાત, જાત કે સંપ્રદાયના ભેદભાવ વિના જૈન ધર્મ ઉપરાંત સ્વામીનારાયણ તથા હિન્દુ ધર્મની અનેક વિચારધારાઓને અનુસરતી સંસ્થાઓમાં પણ તેઓશ્રી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપે છે.
સંસ્થાના મુખ્ય ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન કરવું. •શિષ્ટ, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનું તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર દિવ્યધ્વનિનું નિયમિતપણે પ્રકાશન કરવું. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન સંશોધન- અનુશીલન કરવું . ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન કરવું . દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ તીર્થયાત્રાઓના આયોજન દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. સંસ્કાર સિંચક આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અભિરૂચિ કેળવવી અને આશ્રમ જીવન જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. • રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું અવાર-નવાર (પ્રસંગોપાત) નિઃશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્યવર્ગના લોકોની સેવા કરવી.
Jain Ee