________________
Se
Jain Education International
સંત કેવા હોય?
સંત સંત જ છે.
સંત સાદા છે, સંતોષી છે.
સંત સહજ છે, સરળ છે.
સંત સુપ્રતીતવંત છે.
સંત સ્વાનુભૂતિ સહિત છે.
સંત સત્યનિષ્ઠ છે.
સંત નિઃસ્પૃહી છે.
સંત સમતાના ધારક છે.
સંત સામાન્ય સાધકોને શરણરૂપ છે.
સંતમાં સજ્જનતા સ્વાભાવિક છે.
સંતને સર્વાત્મમાં સમદ્રષ્ટિ છે. સંતને સદ્બોધમાં સ્થિરતા છે. સંત શાંતસ્વભાવી છે, શાંતિપ્રિય છે.
સંત સાચા સાધકોની ચરણરજ છે !!
સંત શાંતિ અને સમાધાનના પુરસ્કર્તા છે.
સંત સજ્જનોના શિરોમણિ છે.
સંત ક્રમશઃ સમસ્ત વિશ્વના શિરોમણિ (સિદ્ધ) બની જાય છે.
સંતની સંપૂર્ણ અને સાચી ઓળખાણ થવા -
સાતિશય સત્પુરુષાર્થ જોઈએ.
રજતજયંતી વર્ષ : ૨૫
સમાં નિષ્ઠા, સજ્જનસંગતિ, સદ્બોધ, સત્પ્રદ્ધા, સદ્વિચાર અને
સ્થિરતાના અભ્યાસથી સંત થઈ શકાય છે. સાંત સંસારદશાવાળા, સાતિશયગુણસંપન્ન, સમાધિના સ્વામી એવા સંતનું સાચું શરણું અમને પ્રાપ્ત થાઓ.
For Private & Personal Use Only
‘સાધકસાથી'માંથી સાભાર
તીર્થ-સૌરભ
૫૦
www.jainelibrary.org