Book Title: Tirth Saurabh
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 136
________________ i પ્રયત્ન કરીએ કે વધુ નહીં તો આપણને અવલ મંઝિલ પર પહોંચાડનાર આપણી ચિતા પર બે આંસુ સારે. આપણામાંથી સ્વર્ગ અને નર્ક કોઈએ જોયાં નથી. જે જોવાય છે તે જીવન. તમે કેવી રીતે જીવ્યા છો એ જ મહત્ત્વનું છે. સ્વર્ગ-નર્ક એ આપણા જીવનરૂપી સિક્કાની જ બે બાજુ છે. મસ્તરામ, એકાંતસેવી અવધૂત પાસે જઈને રાજાએ માગણી કરી કે “આપ સમર્થ અને ચમત્કારી સંત છો. આપની પાસેથી મારે સ્વર્ગ અને નર્કના દરવાજાઓનું દર્શન કરવું છે.'' અવધૂતે આજીજીનો જવાબ વાળ્યો નહીં અને ચુપચાપ બેસી રહ્યા. આવી ઉપેક્ષાથી ગુસ્સે ભરાયેલો રાજા તેમની સામે આવીને ઊભો અને મોટેથી કહેવા લાગ્યો કે “તમે ખરેખરા સંત હો તો મને સ્વર્ગ અને નર્કના દરવાજાનાં દર્શન કરાવો.'' અવધૂતે તુચ્છકારથી તેની સામે જોયું : ‘તું કોણ છે અને શા માટે આવ્યો છે?' રાજાએ માંડ માંડ ગુસ્સાને કાબૂમાં રાખ્યો : હું પ્રદેશનો રાજા છું'' અવધૂતે હાંસી ઉડાવી : ‘તું રાજા છે?' તારાં દેદાર તો કોઈ ભિખારા જેવા જણાય છે. તારા જેવા રાજા હોય તો લોકોની હાલત ક્યાંથી સારી હોઈ શકે?'' આ રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. તેણે તલવારની મૂક પર હાથ મૂક્યો. અવધૂત હસવા લાગ્યા. “તારી પાસે તલવાર પણ છે? આવા કટાયેલા હાથાથી લોકોને ડરાવતો ફરે છે? પણ તારી બુટ્ટી તલવાર મારું માથું વાઢી શકશે ખરી?'' રાજાએ મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢીને ઉગામી. સહેજ પણ ધડકાર અનુભવ્યા સિવાય અવધૂતે કહ્યું : ‘રાજા, જુઓ આ નર્કના દ્વાર ખૂલવા લાગ્યા.' તીર્થ-સૌરભ ૧૧૮ Jain Education International સંતના ઉપદેશથી અને તેમનો આશય સમજાઈ ગયાથી ગળગળા થઈ ગયેલા રાજાએ તલવાર ફેંકી દીધી. સંતના ચરણ પકડી લીધાં. “જુઓ રાજા, હવે આ સ્વર્ગના દરવાજા ઉઘડી રહ્યા છે અને નર્કનું દ્વાર બંધ થઈ ગયું.'' રાજાને સાંત્વન આપતા અવધૂતે કહ્યું : સ્વર્ગ અને નર્ક બને આપણી કરણી અને મનોવૃત્તિનાં સ્વરૂપ છે. જેવી મનોવૃત્તિ તેવી અનુભૂતિ. દરેકની સાથે સ્નેહ અને સદ્ભાવથી વર્તવાથી શાંતિનો અનુભવ થાય છે-આ શાંતિ એ જ સ્વર્ગ. આપણે કોઈના પર ક્રોધે ભરાઈએ, કોઈને ખોટી સજા ફટકારીએ, બેઈમાની કરીએ તે બધાથી મનમાં અજંપો થશે. આ અજંપો એ જ નર્ક.'' સંતના આ ઉપદેશથી રાજાનો માંāાલો જાગી ગયો. જીવનનું રસાયણ પ્રેમ. ત્યાગ, નીતિ, સદ્ભાવ જેવાં તત્ત્વોથી બનેલું છે. આ રસાયણમાં જ્યારે ભેળસેળ થાય છે ત્યારે જીવન તેની ગુણવત્તા ગુમાવવા માંડે છે. જીવન એ તલવાર નથી, ઢાલ છે. જીવન એ તમાચો નથી, હસ્ત ધૂનન છે, જીવન એ ક્રોધ નથી, મધુર કલશોર છે, જીવન એ આવતી કાલ નથી, આજ જ છે. રોજ રાત્રે ઊંઘી જતાં પહેલાં તમારી જાતને પૂછો : ભગવાને મનુષ્યભવ આપ્યો છે તો એની કરૂણા અને ઉદારતાને તમે આજે કેવી દીપાવી? જે ઘરમાં પ્રેમનું વાતાવરણ છે એ ઘરમાં કરંડિયાની છેલ્લી કેરી સડી જાય છે-દરેક વ્યક્તિ એ બીજા માટે રાખે છે માટે. બીજાના સુખનો વિચાર એ જીવનની શરૂઆત છે, પોતાના જ સ્વાર્થનો વિચાર એ મૃત્યુનો પ્રારંભ છે. For Private & Personal Use Only રજતજયંતી વર્ષ : ૨૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202