________________
બીજાના સુખનો વિચાર એ જીવનની શરૂઆત છે
ધૂની માંડલિયા (શાયર-પત્રકાર)
જિંદગી એ જીવન નથી.
આપણે મૃત્યુ ના પામીએ ત્યાં સુધીનો સમય ખંડ જિંદગીનો છે, તેમાં જીવન તો વર્ષબે વર્ષનું હોય તો હોય- તમે કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. જીવનનો કેટલાં સાથે નહીં, કેવા સાથે સંબંધ છે.
આપણે આપણાં રોજિંદા સ્વાર્થમાં એટલા બધાં સ્વકેન્દ્રિત છીએ કે આપણો પાડોશી છે કે આપણે પણ કોઈના પાડોશી છીએ એ વાત જ વિસરી જઈએ છીએ. આપણે જબરજસ્ત મતલબ-પરસ્ત છીએ. આપણા પાઈના સુખ ખાતર સામેનાના રૂપિયાનું નુકસાન કરવા સુધી આપણી મનોમન તૈયારી હોય છે-આવા આપણે સ્વાર્થી છીએ.
જ્યાં સુધી પારકા માટે આપણી ભીતર પ્રેમ, કરુણા, સ્નેહભાવ કે પીડાની લાગણી ઉદ્ભવતી નથી ત્યાં સુધી આપણા અને પશુ વચ્ચે કોઈ અંતર નથી, ત્યાં સુધી આપણે બે પગા પશુઓ છીએ, માણસ ના કહેવાઈએ. આપણે માણસ તરીકે જન્મ્યા, બસ એટલું જ, માણસ તરીકે જીવ્યા નથી. માણસ તરીકે જીવવું એટલે પ્રભુએ આપણામાં મૂકેલા વિશ્વાસનો દ્રોહ ના કરવો તે. ભગવાને મૂકેલા વિશ્વાસને વફાદાર રહી જીવવું તે.
તમામ વૈશ્વિક વ્યવહારોના કેન્દ્રમાં માણસને બદલે બીજું તત્ત્વ ગોઠવાય છે ત્યારે આપત્તિનો જન્મ થાય છે. તમામ પ્રવૃત્તિના કેન્દ્રે જીવનના
તીર્થ-સૌરભ
૧૧૬
Jain Education International
બદલે પૈસા, પ્રતિષ્ઠા, સત્તા-લોલુપતા, પદેચ્છા, ઇત્યાદિ ગોઠવાય તો અશાંતિ આવી જ સમજજો. બ્રહ્માંડ મોટું કે માણસ? એવો પ્રશ્ન કોઈ પૂછે તો કહું કે માણસ મોટો. માણસ એ કુદરતની સૌથી મોટી બક્ષિસ અને સૌથી મોટું અચરજ છે.
તમે પુષ્કળ પૈસો કમાવા-મેળવવા જીવનને ગીરવે મૂકો છો, તમે પાછાં એવું માનો છો કે તમે લાભના માર્ગે છો-તો આ તમારો ભ્રમ છે, સમગ્રને વેચીને કે ગીરવે મૂકીને અંશને મેળવવું એ બુદ્ધિનું દેવાળુ છે. આ અર્થમાં આપણે સહુ
દેવાળિયા છીએ. તમે પારકા માટે જ્યારે ઘસાઈ છૂટવા તૈયાર થશો ત્યારે તમારા સ્વત્વમાં નફાનું ઉમેરણ થશે. જ્યાં સુધી તમે તમારા જ સુખના છોડલાં દોડાવતાં રહેશો ત્યાં સુધી ફીણ સિવાય કશુંય પ્રાપ્ત થવું અસંભવ છે. દરેક માણસ પોતાનો સ્વાર્થ શોધશે જ એમ કહેવામાં આવે છે પણ તે પ્રકૃતિ નથી, વિકૃતિ છે. સ્વાર્થ અને અનાચાર એ જ જો માણસની પ્રકૃતિ હોત તો સમાજનો ક્યારનોય નાશ થઈ ગયો હોત.
જીવન એ પરોપકારની પ્રયોગશાળા છે, પરોપકારથી અધિકાંશે પોતાને જ લાભ થાય છે, સામેનાને જે લાભ થાય છે એ તો ટેકારૂપ જ હોય છે. જિંદગીમાં ફક્ત કાંઈ મેળવવું છે કે સામું કંઈ આપવું પણ છે? કોઈ વખાણ ન કરે તો વાંધો નથી. સારું કામ કરો તો જાતને જ કહેજો ‘શાબ્બાસ, આગળ વધ. બીજાને હજી વધુ મદદ કર' તમારી જાત માટેનો તમારો મત
રજતજયંતી વર્ષ : ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org