Book Title: Tirth Saurabh
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 140
________________ એ જીવનશૈલીના ભોગી છીએ. વારસાગત સંસ્કારોને લઈ આપણો વિશ્વાસ અહિંસામાં છે પણ આપણે વિચારીએ છીએ ખરા કે જે જીવનશૈલી આપણે અપનાવી છે તે હિંસક જીવનશૈલી છે કે અહિંસક? આપણા ઋષિમુનિઓએ, તીર્થંકરોએ માત્ર અહિંસાનું તત્ત્વજ્ઞાન નથી ભણાવ્યું પણ અહિંસક જીવન કેમ જીવવું તેનું શાસ્ત્ર પણ સજર્યું છે. એ માત્ર શાસ્ત્ર નથી, કળા છે અને વિજ્ઞાન પણ છે. જેને આપણે ‘અહિંસક જીવનશૈલી' કહી શકીએ. અશાંતિ, અસંતોષ, અસત્ય... જેવા શબ્દોનો જે ભાવાર્થ નીકળે છે તેવો ભાવાર્થ ‘અહિંસા' શબ્દનો નથી. ઉપરના શબ્દોમાં નિષેધાત્મક ભાવ છે. હા ‘અહિંસા'નો સ્થૂળઅર્થ હિંસા ન કરવી એવો જરૂર નીકળે પણ અહિંસા એ વિધેયક ભાવ છે. જેનો અર્થ થાય છે પ્રેમ. સર્વને માટે પ્રેમ. જીવ માત્રને માટે પ્રેમ. ચેતન માત્ર સાથેની આત્મોપમ્ય દશા એનું નામ છે અહિંસા. આ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત ત્રણ માનવજાતને જૈનદર્શનની દેણ છે. - પરિગ્રહ વધારીને અહિંસક રહી શકાય નહીં. અમર્યાદ પરિગ્રહ એટલે જ હિંસા. તેથી આપણે ત્યાં અપરિગ્રહ વ્રતના પાલન માટે સાદાઈ અને સંયમને પ્રાધાન્ય આપ્યું છે. જેમ વધુ વાપરો તેમ વધુ હિંસા. એટલે અંશે કુદરતનાં તત્ત્વોનું શોષણ થાય છે. સંસારીને પરિગ્રહ વિના તો નહીં ચાલે પણ એ પરિગ્રહ, સમ્યક્ પરિગ્રહ હશે. - આપણી સંસ્કૃતિનો આદર્શ છે Simple living and High thinking જ્યારે પશ્ચિમની સંસ્કૃતિનો આદર્શ છે ઊંચુ જીવન ધોરણ. ૧૨૨ તીર્થ-સૌરભ Jain Education International - જેનો અર્થ થાય છે વધુમાં વધુ ચીજ-વસ્તુઓનો વપરાશ. જેમ વપરાશ વધુ તેમ બગાડ વધુ. આ હિંસક-શોષક જીવનરીતિ છે, જે કુદરતને દોહીને નહીં શોષીને જીવવામાં માને છે. એથી કુદરતી સમતુલા જોખમાય છે. *વધુ પેદા કરો, વધુ વાપરો' આ એક જીવનરીતિ છે. જેના ભરડામાં આપણે બધાં જ છીએ. તો આપણી ભારતીય જીવનરીતિ છે; ‘લૂંટો નહીં, ચૂસો નહીં, ખપજોગું વાપરો.' ભાવિ પેઢીઓ માટેની અસ્કયામતને વેડફી મારવાનો આપણને અધિકાર નથી. જેમ આપણા વડવાઓએ ભાર ભરી-ભરી સૃષ્ટિની સંપદા આપણને આપી છે તેની વૃદ્ધિ કરીને આપણે આપણી નવી પેઢીને આપવાની હોય, નહીં કે દેવાળું કાઢવાનું હોય. એટલે આ સદીમાં બે વિચારધારાઓની લડાઈ છે, બે જીવનશૈલીની લડાઈ છે. એક છે હિંસક જીવનશૈલી - બીજી છે અહિંસક જીવનશૈલી. આપણે પસંદ કરવાનું છે. શ્રેય અને પ્રેય, બેય સામે આવી ખડાં છે. આપણી પસંદગી ઉપર માનવજાતના ભવિષ્યનો આધાર છે. આપણને મૂંઝવણ થાય કે - શ્વાસ લઈએ, બોલીએ તેમાં પણ હિંસા તો છે પણ જીવનનો વિવેક એમ જરૂર શીખવે છે કે - નિવારી શકાય એવી હિંસાથી તો બચવું જોઈએને? મુનિ કે સાધુનો ધર્મ આપણે ન પાળી શકીએ પણ શ્રાવકનો ધર્મ તો પાળવો જોઈએને? કાંદા-બટાટા ન ખાવા, લીલોતરી ન ખાવી, રાત્રિભોજન ન કરવું, અઠ્ઠાઈ-એકટાણાં કરવાં, દેરાસર જવું, પૂજા ભણવી, સ્વાધ્યાયમાં જવું, શું આટલામાં આખો શ્રાવક ધર્મ આવી ગયો? રજતજયંતી વર્ષ : ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202