________________
કરીશ અને એમ કરવા બીજાઓને પણ પ્રેરીશ. આજના યુગમાં પણ જે લડાઈઓ ચાલે છે પોતાનું સત્ય પ્રસ્થાપિત
તે બધી પોતાનો મત કરવા માટેનું ઝનૂન જ છે કે બીજું કાંઈ? સત્ય એ ઔષધ છે. અહિંસા એનું અનુપાન છે. અનુપાન વિનાનું ઔષધ પરિણામદાયી બનતું નથી.
-
ગાંધીજીએ સમાજ વિજ્ઞાનના ક્ષેત્રમાં કરેલી આ એક મહાન શોધ છે અને તેમણે તે સત્ય સાથે અહિંસાનાં લગ્ન કર્યાં.
જોકે એમની નમ્રતા તો એવી હતી કે એ તો કહેતા ‘મેં દુનિયાને નવું કશું આપ્યું નથી. હું તો કહું છું - સત્ય-અહિંસા, સત્ય-અહિંસા.' અને એ તો પહાડ કરતાં પણ પુરાણાં છે. હવે ‘સત્ય-અહિંસા' એ એક સામાસિક શબ્દ બની ગયો છે. સત્યના સાથ વિનાની અહિંસા નિવીર્ય છે, તો અહિંસાના સાથ વિનાનું સત્ય જાલીમ છે. બંને પરસ્પરને પૂરક છે, પોષક છે. આ બંને એકત્ર થાય ત્યારે કેવી ચમત્કૃતિ થાય તેનો અનુભવ, મહાત્મા ગાંધીજીએ દુનિયાને કરાવી આપ્યો છે. માટે તો ગાંધીજી ‘મેન ઓફ ધી મિલેનિયમ' કહેવાયા, યુગપુરુષ કહેવાયા.
ગાંધીજીએ સ્વાતંત્ર્યના સત્યને પ્રાપ્ત કરવા હિંસાને બદલે અહિંસાનો પ્રયોગ કંરી, સત્યાગ્રહ કરી આપણને સ્વરાજ્ય અપાવ્યું. અને પ્રતિપાદિત કર્યું કે અહિંસા એ કેવળ વ્યક્તિગત ધર્મ જ નથી, એ સામૂહિક ધર્મ પણ છે.
અહિંસાનું સામાજિકરણ એ મહાત્મા ગાંધીજીની માનવજાતને અનોખી દેણ છે.
અમેરિકામાં કાળા લોકોને થતા અન્યાય સામે માર્ટિન લ્યૂથર કિંગે અહિંસાનો પ્રયોગ કરી ન્યાય મેળવ્યો હતો. અને તેણે કહ્યું કે અહિંસાને માર્ગે લડવાની પ્રેરણા મને મહાત્મા ગાંધીજીમાંથી
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
મળી છે.
આ છે અહિંસાનું સામર્થ્ય.
માથાં વાઢવાની હિંસા કરતાં પણ એક ભયંકર હિંસાની શોધ વીસમી સદીના વિજ્ઞાને કરી છે અને તે છે પ્રદૂષણ. રાવણ રાક્ષસનાં તો માત્ર ૧૦ માથાંને વીસ ભૂજા હતી. આ પ્રદૂષણના અસુરનાં તો ગણ્યાં-ગણાય નહીં એટલાં માથાં ને હાથ છે.
હથિયારોની હિંસામાં તો માણસ મરે, પણ પ્રદૂષણની હિંસા એવી ભયાનક છે કે એ જીવ માત્રને અરે! ‘જીવન' માત્રને નેસ્તનાબૂદ કરી શકવા સમર્થ છે. પ્રદૂષણ તો જળકાય, સ્થળકાય, વનસ્પતિકાય અને વાયુકાય તમામે જીવનને સફાચટ કરવા મેદાને પડ્યું છે.
તમામ
આપણાં કારખાનામાં આપણે જે માલ પેદા કરીએ છીએ તે કેટલું પ્રદૂષણ ફેલાવે છે તે વિષે આપણે અહિંસાધર્મી તરીકે વિચાર કર્યો છે ખરો?
દેખીતી હિંસા ન કરવી એટલો સ્થૂળ અહિંસાધર્મ નથી. કાયા, વાચા, મનસા હિંસા ન થાય એનું નામ છે અહિંસા.
આવી અહિંસા બેફામ ઔધોગિકરણ, શહેરીકરણ, કેન્દ્રીકરણને રસ્તે ચાલતા રહીને નહીં પાળી શકાય.
અહિંસાને જો આપણે જીવનધર્મ માનતા હોઈએ તો એ છે - આચારધર્મ અને આચારધર્મનો આધાર છે આપણી જીવનશૈલી.
અસ્તેય અને અપરિગ્રહ વ્રતના પાલન વિના અહિંસક જીવનશૈલી હરગીજ ન વિકસી શકે.
એક જીવનશૈલી પશ્ચિમે આપી છે, ભોગવાદી જીવનશૈલી. એનો પરિપાક આપણી નજર આગળ ખડો છે. આપણે હું અને તમે બધા જ
For Private & Personal Use Only
તીર્થ-સૌરભ
-
૧૨૧
www.jainelibrary.org