________________
જે પુરુષો સિદ્ધિને વર્યા છે તે ભેદજ્ઞાનનાં અપૂર્વ વીતરાગમાર્ગથી.
“સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય સત્ સાધન સમજ્યો નહિ, ત્યાં બંધન શું
જાય..૧
ચંદ્રની બીજની કળામાં આખો ચંદ્ર ખ્યાલમાં આવે, ગોળની એક કણીમાં આખા રવાનો ખ્યાલ આવે તેમ એક અંશમાં આખો આત્મા જણાય એ જ માર્ગ કૈવલ્યપૂર્ણતા છે.
‘આ અવનિના અમૃત સમી’ ‘ આત્મસિદ્ધિ’ - આત્મસિદ્ધિ પામવાનું શાસ્ત્ર છે. તેમાં ભેદજ્ઞાનની સમાધિભાષાનું અંકન છે. “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.’
૨
જીવને દેહના અધ્યાસને કારણે દેહ અને આત્મા સમાન લાગે છે. દેહમાં વિપરીતતા થતાં જીવમાં વિપરીતતા થઈ એવું મનાઈ જાય છે પણ તરવાર અને તરવાર જેમાં રખાય છે તે મ્યાન ભિન્ન છે એમ આત્મા આ શરીરમાં ક્ષેત્રાવગાહે રહ્યો છે પણ ભિન્ન છે તેથી બીજી પંક્તિ આપે છે. ‘ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન.
પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન.'' બંને તત્ત્વો લક્ષણરૂપે ભિન્ન છે. આત્મા ચૈતન્યમય છે, દેહ પુદ્ગલમય છે. આત્મા જ્ઞાનાદિ અનંતગુણાત્મક છે. દેહ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણોથી વ્યાપી છે. આત્મા જાણનાર દ્રવ્ય છે. દેહમાં જાણવાની શક્તિ નથી હવે દૃષ્ટાંતથી અને સિદ્ધાંતથી ભેદજ્ઞાન દ્વારા સમજાવે છે -
3
“સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.
ભવ્યાત્મા! ઘર-પટ આદિ બાહ્ય પદાર્થને તું જાણે છે તો તારા જ્ઞાન-ગુણની સૂક્ષ્મતાને સથવારે ઊંડાણમાં ડોકીયું કરીશ તને તારો જ્ઞાયક દેખાશે અનુભવાશે. પ્રથમ જાણનારો જણાશે પછી બીજી ભૂમિકામાં જાણનાર જણાય છે એવું અનુભવાશે.
“છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ.’'
ભેદજ્ઞાનને કાયમી સાથી બનાવી લે તે તને ચોથા ગુણસ્થાનમાં પ્રવેશ અપાવશે અને છેક તેરમા ગુણસ્થાનના અંતે પહોંચાડશે. સ્વયંભૂસ્તોત્રમાં કહ્યું છે, ‘નીવાવિ તત્ત્વે સુવામિòપ્રતીતિભૈવજ્ઞાનમ્।TM જીવાદિ સાત તત્ત્વોમાં સ્વતત્ત્વની સ્વસંવેદનગમ્ય ભિન્ન પ્રતીતિ થવી તે ભેદજ્ઞાન છે. જ્ઞાનદિવાકર શ્રીમદ્ભુએ સહજપણે અનંત આગમોનું આચમન કર્યું છે. બાહ્ય ગૃહસ્થવેષ છે પણ અંતરમાં અધ્યાત્મનિગ્રંથ દશાનો મહાસાગર ઘુંઘવે છે. આકાશની અસીમતા, સ્વચ્છતા, નિઃસ્પૃહતા અને નિરાડંબરતાનું અખિલપણું શ્રીમદ્ભુના પધપદોમાં ગૂંજે છે. તેઓશ્રી અંશમાં નિરંશને સ્થાપે છે. અક્ષરોમાં નિરક્ષરને આલેખે છે નામમાં અનામીનું અંકન કરે છે. જ્ઞાનમાં જ્ઞાયકને ગમાડે છે. ભુવનભૂષણ શ્રીમદ્ભુ ઉત્તમ પદ્યપંક્તિઓમાં આત્મભાવના ભાવતાં જાય છે. હાથનોંધ ૨૯-માં માર્ગદર્શન આપતાં આલેખે છે કે “ શરીરને વિષે આત્મભાવના થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી પછી સંકલ્પવિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવીં.''
(૧) પત્રાંક ૨૬૪ (૨) ગાથા-૪૯ (૩) ગાથા-૫૦ (૪) ગાથા - ૫૪ આત્મસિધિશાસ્ત્ર-૩ સ્વયંભૂસ્તોત્ર ગાથા-૨૨ટીકા. (૫) ગાથા-૧૧૫ આત્મસિદ્ધિ શાસ્ત્ર
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
તીર્થ-સૌરભ
૧
www.jainelibrary.org