________________
પ્રવૃત્તિઓ તેઓએ ૨૦ વર્ષની ઉંમરે છોડી દીધી હતી.
જન્મજાત કવિત્વ અને કાવ્યરચનાઓ : નાનપણથી જ તેઓમાં કાવ્યરચનાની અદ્ભુત શક્તિ હતી. (He was a born poet) તેઓએ નાનપણમાં રચેલા કાવ્યોમાં ‘સ્ત્રી નીતિ બોધક' મુખ્ય છે. તે કૃતિમાં મુખ્ય વિષય સ્ત્રીઓમાં સદાચાર, નીતિ, નમ્રતા, સ્ત્રી કેળવણી વગેરે વિષયો વિષે કાવ્યરચનાઓ કરેલી છે. અન્ય પ્રકીર્ણ વિષયો વિષે તેમજ અવધાનકાવ્યો પણ લખેલ છે.
તેઓની કાવ્યરચનાઓનો મુખ્ય વિષય અધ્યાત્મ છે. ભાવનાબોધ, મોક્ષમાળાના કાવ્યો, પ્રકીર્ણ કાવ્યો અને ત્યાર પછી રાળજ ખાતે રચાયેલાં ચાર વિશિષ્ટ કાવ્યો (પત્રાંક ૨૬૪થી ૨૬૦) સાધકોને ખૂબ ઉપયોગી છે. ત્યાર પછીની તેમની મુખ્ય કાવ્યરચનાઓમાં મૂળ મારગ, શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, પંથ પરમપદ બોધ્યો, અપૂર્વઅવસર, અંતિમ સંદેશ અને ધન્ય રે દિવસ
આ અહો છે. એક બાજુ આ કાવ્યોમાં તેમના અંતરંગ અને ત્વરિત અધ્યાત્મવિકાસનું પ્રતિબિંબ પડે છે તો બીજી બાજુ. આ કાળના સાધકોને પોતાની સાધના માટેનું ઉત્તમ પાથેય પણ સરળ ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થઈ રહે છે. આ બધી રચનાઓને તેમની સ્વાનુભૂતિમાંથી સહજપણે પ્રહવેલી ઉત્તમ જ્ઞાનગંગારૂ ગણી શકાય. ♦ગૃહસ્થદશામાં ઉચ્ચ કોટીની અધ્યાત્મસિદ્ધિ
નાનપણથી જ તેમનામાં ધર્મસંસ્કારોનો ઉદય સ્પષ્ટપણે દેખાય છે; જેથી ૧૦ વર્ષની ઉંમર પહેલાં તેઓ પુષ્પમાળા, ભાવનાબોધ અને મોક્ષમાળા જેવી ઉચ્ચકોટીની અને શાસ્ત્રીય પદ્ધતિથી લખાયેલી છતાં દેશકાળને અનુકૂળ રચનાઓ લખી શકે છે. વિ.સં. ૧૯૪૦ પછીથી તેમનો આધ્યાત્મિક વિકાસ વિશેષ ત્વરાથી થતો
રજયંતી વર્ષ : ૨૫
Jain Education International
જોવામાં આવે છે અને વિ.સં. ૧૯૫૪થી તેઓ વ્યાપાર-કુટુંબ વિષયક પ્રવૃત્તિઓનો દ્રઢતાથી સંક્ષેપ કરે છે. આમ કૌટુંબિક અને વ્યાપાર વિષયક પ્રવૃત્તિમાં રહીને પણ તેઓ સતત આત્મસાધનાની વૃદ્ધિની દિશામાં આગળ વધ્યે જ જાય છે; જે તેમના ઉચ્ચકોટીના શુદ્ધાત્મજ્ઞાનની દેન છે. અને જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિના સતત પુરુષાર્થનું ધોતક છે.
મતમતાંતરોમાં મધ્યસ્થપણું :
તેઓની દૃષ્ટિ એક સાચા, નિષ્પક્ષ ધર્મઅન્વેષકની હતી; છતાં સર્વધર્મમાં રહેલા સત્ય અંશોનો સ્વીકાર કરવાની ઉદારતા પણ હતી. આ હકીક્ત તેમના સાહિત્યમાં અનેક જગ્યાએ દ્રષ્ટિગોચર થાય છે.
“ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દ્રષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં વ્યાપ્યા માનો તેહ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.'' (પત્રાંક toe)
તેઓ મહાત્મા ગાંધીજીને ગીતા વાંચવાનું જણાવે છે તો અન્યત્ર યોગવશિષ્ઠનું અવગાહન પણ વૈરાગ્યની વૃદ્ધિ કરવા માટે સૂચન કરે છે. નરસિંહ મહેતા અને કબીરજીની ભક્તિને પણ તેઓ ભાવપૂર્વક બિરદાવે છે. (પત્રાંક ૨૩૧)
આમ જૈનધર્મની તેમને દ્રઢ શ્રદ્ધા હોવા છતાં કોઈ પણ અન્ય સંપ્રદાય વિષેની દ્વેષમૂલક આલોચના તેમના લખાણોમાં જોવા મળતી નથી. સતત આત્મજાગૃતિ :
કોઈ પણ શુભાશુભ કાર્યો કરતી વખતે અંતરની આત્મજાગૃતિ બનાવી રાખવી તે જ્ઞાની ધર્માત્માની એક વિશેષ લાક્ષણિકતા છે. આત્મજ્ઞાનનો પ્રકાશ થતાં, તેઓશ્રીને એવી વિશિષ્ટ જાગૃત દશા નિરંતર વર્તતી હતી; જેનો પ્રભાવ મહાત્મા ગાંધીજીએ પણ તેઓની મુલાકાત
For Private & Personal Use Only
કી-મરણ
<?
www.jainelibrary.org