________________
યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની જીવનસિદ્ધિના કેટલાક પાસાઓ
પૂજ્યશ્રી આત્માનંદજી
આ દુનિયામાં ભારતની સૌથી મોટી વિશેષતા એ છે કે અધ્યાત્મવિધાના પારંગત પરમ પુરુષો અને જીવન, જગત અને ઈશ્વર વિષે ગહન ચિંતન-અનુભૂતિ કરનારા ચિંતકોની પરંપરા અહીં અતિ પ્રાચીન કાળથી થતી જ આવી છે અને આજ સુધી ચાલુ જ રહી છે. આ અદ્ભુત પરંપરામાં આજથી લગભગ ૧૩૫ વર્ષ પૂર્વે, સૌરાષ્ટ્રના મોરબી તાલુકાના વવાણિયા ગામે એક એવા મહાપુરુષનું અવતરણ થયું. તે દિવસ દેવદિવાળીનો હતો અને તારીખ હતી ૧૧-૧૧-૧૮૬૭ .
અદ્ભુત સ્મરણશક્તિ અને વિશિષ્ટ જ્ઞાન
પ્રકાશ:
તેઓશ્રીમાં નાનપણથી જ વિશિષ્ટ સમજણ શક્તિ અને અસાધારણ સ્મરણશક્તિ હતાં; જેના ફળરૂપે વિ.સં. ૧૯૩૧માં તેમના મુરબ્બી શ્રી અમીચંદકાકાના અંતિમ અગ્નિસંસ્કાર દરમિયાન મૃત્યુ અને જીવન વિષેની ગહન વિચારશ્રેણીએ ચડી જતાં, તેમના જ્ઞાનના આવરણો ખસી ગયાં અને તેમને આગલા ભવોનું જ્ઞાન (જાતિસ્મરણજ્ઞાન) થયું. આમ આત્માના નિત્યત્વનું પ્રત્યક્ષીકરણ થતાં તેમની જ્ઞાન વૈરાગ્યની સાધનાને ખૂબ જ સારો વેગ મળ્યો. અસાધારણ ગ્રહણશક્તિ (Mnenunic Power)
આ શક્તિના ફળરૂપે શાળાનો સાત વર્ષોનો અભ્યાસ તેઓએ માત્ર બે વર્ષોમાં જ પૂરો કર્યો હતો. શ્રી મહાત્મા ગાંધીજીએ જુદી જુદી ભાષાઓના કેટલાક શબ્દો તેઓશ્રીને કહ્યાં, અને નોંધી લીધા હતાં પછીથી તે બધા શબ્દો
८०
તીર્થ-સૌરભ
Jain Education International
તેમણે શ્રીમદ્ભુને પૂછતાં તે જ અનુક્રમમાં જ્યારે શ્રીમદ્ભુએ કહી બતાવ્યા, ત્યારે મહાત્મા ગાંધીજી ઊંડા વિચારમાં પડી ગયા હતા.
· કેટલાક ખાસ અતીન્દ્રિય વિશિષ્ટ પ્રકારના જ્ઞાન-અતિશયો :
આવા કેટલાક જ્ઞાન પણ તેઓને પ્રાપ્ત હતાં; જેના ફ્ળરૂપે નવીન આગંતુકોના નામ જાણી લેવા, તેમના પ્રશ્નોનું જ્ઞાન કરી લેવું, આંખ બંધ છતાં પુસ્તકોની ઓળખાણ કરી લેવી અને જીભથી ચાખ્યા વિના ભોજનની વાનગીના સ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું. ઇત્યાદિ અનેક
પ્રકાર.
સાતિશય અને ઉચ્ચકોટિની અવધાનશક્તિ એક સાથે થતાં અનેક કાર્યોને સ્મરણ શક્તિમાં રાખી લેવા અને પછી તેમને ક્રમે કે અક્રમે પ્રશ્નકર્તાને કહી બતાવવા તે અવધાનશક્તિ કહેવાય છે. ૧૬ વર્ષની ઉંમરે મોરબીથી ચાલુ કરેલા ૮ અને ૧૨, જામનગરમાં કરેલાં ૧૬ અને બોટાદમાં કરેલાં ૫૨ (બાવન) અવધાન પછી, ૧૯ વર્ષની વયે મુંબઈના ફરામજી કાવસજી હોલમાં વિશાળ સંખ્યામાં હાજર રહેલ બુદ્ધિજીવીઓ, ન્યાયાધીશો તથા સરકારી અમલદારોની હાજરીમાં તેઓશ્રીએ શતાવધાન કરી પોતાની વિશિષ્ટ અને સાતિશય અવધાનશક્તિનો પરિચય આપ્યો. આ પ્રસંગની તે સમયના અગ્રણી સમાચાર પત્રોએ પણ સારી રીતે નોંધ લીધી અને તેઓનો સુયશ દૂર દૂરના ક્ષેત્રો સુધી વિસ્તર્યો. આ ઉપરાંત તેઓનું જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન પણ અદ્ભુત હતું. પરંતુ તે પરમાર્થમાં બાધક લાગતાં, તદ્વિષયક
રજતજયંતી વર્ષ : ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org