Book Title: Tirth Saurabh
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 114
________________ દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડ્યો હતો. હિંદુ ધર્મની આ ટીકાનો બચાવ કરનારા એકમાત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કોઈએ કરી નથી તેથી હું આનંદ અનુભવું છું. પણ મારા સમાજની ટીકા થઈ તેનો મારે જવાબ આપવો જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતાં કહ્યું, ‘આ એ હિંદુ ધર્મ છે, જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે કોઈ હિંદુ ક્યારેય અસત્ય બોલતો જાણ્યો નથી અને કોઈ હિંદુ સ્ત્રીને ક્યારેય અપવિત્ર જાણી નથી.' આટલું કહ્યા બાદ વીરચંદ ગાંધી સભાને સામો પ્રશ્ન કરે છે, ‘Even in the present day, where is the chaster woman or milder man than in India?' નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક ખ્રિસ્તી સજ્જનો સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળપ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી મિશનરીઓની નિર્ભીકતાથી ટીકા પણ કરી. ‘India's Message to America' અને ‘Impressions of America' જેવા લેખોમાં એમણે અમેરિકાના લોકો પ્રત્યે પોતાનો હૂંફાળો પ્રતિભાવ આપ્યો છે, પણ બીજી બાજુ ‘Have Christian Missions to India been successful' જેવા લેખોમાં પાદરીઓની વટાળપ્રવૃત્તિની કડક આલોચના પણ કરી છે. એમણે કહ્યું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યું હશે કે ભારતના લોકો કેટલા ગંદા, ચારિત્રહીન અને લુચ્ચા છે. પણ તમે ક્યારેય એ મિશનરીઓ પાસેથી જેઓ માનવજાતને પ્રેમનો સંદેશો આપનારા કહેવાય છે એમની Εξ તીર્થ-સૌરભ Jain Education International પાસેથી-ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે? ભારતમાં સારું બજાર મળી રહે તે માટે લિવરપુલ અને માન્ચેસ્ટરના માલ પર સરકારે કોઈ જકાત નાંખી નથી, જ્યારે બીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર બસો ટકા વેરો નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી? એ પછી શ્રીવીરચંદ ગાંધી આકરા પ્રહાર કરતાં કહે છે - 'If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their clock of hypocritical religion over murders and all sorts of criminals who happen to belong to their religion or to their country?' શિકાગોની આ વિશ્વધર્મપરિષદમાં વીરચંદભાઈએ જૈન ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ રજૂઆત કરી. એમણે જૈન ધર્મને બે ભાગમાં સમજાવ્યો : એક જૈન તત્ત્વજ્ઞાન અને બીજો ભાગ તે જૈન નીતિ, નવતત્ત્વ, છ પ્રકારના જીવો, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય સંબંધી જૈનદર્શનની સૂક્ષ્મ વિચારસરણી, સ્યાદ્વાદ વગેરે તત્ત્વજ્ઞાનની બાબતો રજૂ કરીને સૌને મુગ્ધ કર્યાં. જૈનાચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધર્મ અને અન્ય સાથે તુલનાત્મક ગવેષણા કરી. જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એ તથ્યનું પ્રતિપાદન કર્યું. આ બધાને પરિણામે જૈન ધર્મ એ એક પ્રમાણયુક્ત અને બુદ્ધિવાદી ધર્મપ્રણાલી છે એવું સત્ય સહુને લાધ્યું. વીરચંદ રાઘવજી ગાંધીએ ૧૧મી સપ્ટેમ્બરથી ૧૦મી સપ્ટેમ્બર, ૧૮૯૩ સુધી યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં છ પ્રવચનો આપ્યા. આ નવીન સમજ અંગેનો રજતજયંતી વર્ષ : ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202