________________
અને દર્શન અભિપ્રેત છે તેવું સાહિત્ય કોઈ પણ સંસ્કૃતિને જીવનનું બળ પૂરું પાડનાર, એનું પોષણ સંવર્ધન કરનાર ઊંચુ પરિબળ બની જાય
વૈરાગ્ય એટલે નરી નિષ્ક્રિયતા નહિ. ત્યાગનો સાચો અર્થ કર્મફળમાત્ર અને વૈરાગ્યનો સાચો અર્થ ઇન્દ્રિયોનો નિગ્રહ. યોગાત્મા શ્રીકૃષ્ણ આ. વાત ગીતામાં નિષ્કામ કર્મયોગ દ્વારા સમજાવી
છે.
વેદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, ઉપનિષદો, પુરાણો, ગીતા જેવા ગ્રંથો અને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં ઠેર ઠેર દાર્શનિક આત્મચિંતનનું નિરૂપણ થયું છે. ઉપનિષદ કહે છે કે વેદ ઋષિ પ્રણિત નથી; એ પરમાત્માના પોતાના ઉદ્ગાર છે.
વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર દર્શનોએ વેદિકદર્શન, ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) આ છ દર્શનો ‘આસ્તિકદર્શનો' કે વૈદિક દર્શન કહેવાયા.
જ્યારે ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનો વેદનિરપેક્ષ વિચારસરણી ધરાવતા હોઈ તેમને અવૈદિક દર્શનો કહે છે.
વિવિધ વિચારધારાઓવાળા આ દર્શનો એકબીજાના વિરોધી નહિ પણ એકબીજાના પૂરક છે. ભારતીય દર્શનોનું સ્વરૂપ આધ્યાત્મિક છે અને તે જીવનની વધુ નજીક છે. દર્શનનું અંતિમ લક્ષ્ય મોક્ષ/પ્રાપ્તિ હોવાથી “જ્ઞાન ખાતર જ્ઞાન” નહિ પણ મોક્ષ માટે જ્ઞાન પ્રાપ્તિની વાત છે - “વિધા એને જ કહેવાય જે મુક્તિ અપાવે' અવિધા અથવા અજ્ઞાન આપણાં સર્વ દુઃખનું મૂળ અને આત્મા માટે કર્મબંધનું કારણ છે. જ્ઞાનપ્રાપ્તિ બાદ જગત પ્રત્યે જોવાની માણસની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. તે ખરો “વૈષ્ણવજન' કે શ્રાવક' બને છે.
મોક્ષપ્રાપ્તિ માટેના સાધનામાર્ગમાં ત્યાગ અને વૈરાગ્ય તથા સંન્યાસની ભાવના પાયારૂપે રહેલા છે. ત્યાગ એટલે કર્મત્યાગ નહિ અને
- ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ મુનિ છે. સત્યને જાણવા માટે જ્ઞાનના સાધનોની વિસ્તૃત ચર્ચા આ દર્શનમાં કરેલી છે. આત્મા દેહથી ભિન્ન છે, જગતનો કર્તા ઈશ્વર છે વગેરે બાબતો અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, દુઃખ, જ્ઞાન વગેરેને આત્માના લક્ષણો કહ્યાં છે. વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદ મુનિએ દ્રવ્ય, ગુણ, કર્મ સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ સાત પદાર્થોના ધર્મો સંબંધી દર્શનનું નિરૂપણ કર્યું હોઇ તેને વૈશેષિક દર્શન નામ આપેલ છે. સાંખ્ય દર્શન અનુસાર દુઃખનું મૂળ કારણ પુરુષ અને પ્રકૃતિ એ બે તત્ત્વો વચ્ચેના સંબંધમાં જ્ઞાનનો અભાવ છે, તે ગયું છે. પુરુષ પ્રકૃતિથી જુદો છે એમ સમજવું તેનું નામ વિવેકજ્ઞાન અને વિવેકાન એ જ મોક્ષનું સાધન કહ્યું છે. પ્રકૃતિ સ્વયં વિકાર પામી આ જગતરૂપે પરિણમે છે એમ આ દર્શન માનતું હોઈ પછી તેને ઈશ્વરના સ્વીકારની જરૂર રહેતી નથી. સાંખ્ય દર્શન દ્વારા કપિલ મુનિએ ઉપનિષદની માનસશાસ્ત્રીય વિચારધારાને દાર્શનિક પ્રતિષ્ઠા આપી છે. યોગ દર્શનમાં પાતંજલિ મુનિએ “યોગ એટલે ચિત્તવૃત્તિ-નિરોધ'' એમ કહેલું છે. વિદ્વાનો યોગ શબ્દનો અર્થ “જીવાત્માને પરમાત્મા સાથે જોડવો” એમ પણ કરે છે. જૈમિનિ મુનિએ રચેલા પૂર્વમીમાંસા સૂત્રોમાં ઉપાસના અને જ્ઞાન માત્રા કર્મની સમજણ આપવા માટે જ છે. કર્મને જ
રજતજયંતી વર્ષ : ૨૫
તીર્થ-સૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org