________________
મોહનીયકર્મોની સત્તા તો હોય છે પણ તેના ઉદયનો અભાવ વર્તે છે. જેમ કોઈ કાદવવાળા પાણીમાં ફટકડી નાખવાથી કાદવ નીચે બેસી જાય છે અને નિર્મળ પાણી ઉપર રહે છે તેમ જે કર્મોનો ઉપશમ થાય છે તે કર્મો તે વખતે ઉદયમાં આવતા નથી. આત્મા તે કાળમાં તો
ક્ષાયિકવત્ નિર્મળ જ હોય છે. એટલે કે જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટે છે ત્યારે મિથ્યાત્વમોહનીય અને ચારિત્રમોહનીય કર્મ પ્રકૃતિ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે મિથ્યાત્વની ત્રણ કે એક અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભની ચાર કર્મ પ્રકૃતિ મળી સાત કે પાંચ કર્મપ્રકૃતિઓનો ઉપશમ થાય છે. આ ભાવને ઔપશમિક સમ્યક્ત્વ કહે છે. મોહનીય કર્મો સત્તામાં હોવાને કારણે આ સમ્યક્ત્વ અંતર્મુહૂર્તકાળ માત્ર રહે છે. પછી ક્યાંતો દર્શનમોહનો ઉદય થતા તે વમી જાય છે અથવા ઉદય ન પામે તો ક્ષાયોપશમિક પામી ક્ષાયિક સમ્યક્ત્વમાં રૂપાંતર પામે છે. આમ આ ભાવવાળા જીવો કોઈ એક સમયે થોડા હોય છે. તેની અપેક્ષાએ ક્ષાયિક ભાવવાળાઓની સંખ્યા અસંખ્યાતગુણી હોય છે. તેથી ઔપશમિકભાવ પછી ક્ષાયિકનો ક્રમ આવે છે. આ ઔપશમિક ભાવ માત્ર મોહનીય કર્મોનો જ હોય છે. એટલે કે જ્ઞાન, દર્શન કે વીર્યગુણની અવસ્થાઓમાં કદી હોતો નથી. કારણ કે જો જ્ઞાન, દર્શન અને વીર્યગુણમાં ઔપશમિકભાવ થઈ જાય તો તેજ સમયે જીવને કેવલજ્ઞાન, કેવલદર્શન વગેરે પ્રગટી જાય. પરંતુ આમ કદી બનતું નથી. એટલે જ માત્ર મોહનીય કર્મોનોજ ઉપશમ થાય છે તેમ સિદ્ધાંત હોય છે. ધર્મનો પ્રારંભ સમ્યગ્દર્શનથી જ થાય છે અને તેનો પ્રારંભ ઔપશમિક ભાવથી જ થાય છે.
ઔપશમિકભાવના બે ભેદ છે. (૧)
રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
ઔપશમિક સમ્યક્ત્વભાવ, ने જીવના શ્રદ્ધાગુણની શુદ્ધ પર્યાય છે, જે ચોથા ગુણસ્થાનથી સાતમા સુધી હોય છે અને (૨) ઔપશમિચારિત્રભાવ, જે અગિયારમાં ગુણસ્થાનમાં હોય છે. અહીંથી જીવ નિયમથી નીચેના ગુણસ્થાનમાં તેની સમુચ્ચય યોગ્યતા પ્રમાણે પડે છે.
(૨) ક્ષાયિકભાવ : સાધકજીવના યથાર્થ પુરુષાર્થથી કર્મોનો સર્વથા નાશ થવો અને તે સાથે જ તેને અત્યંત શુદ્ધભાવ પ્રગટવો તેને ક્ષાયિકભાવ કહે છે. જેમ મલિન પાણીમાં ફટકડી નાખવાથી તેની સર્વ મલિનતા નીચે બેસી જાય છે અને નિર્મળ પાણી ઉપર રહે છે. આ નિર્મળ પાણીને બીજા વાસણમાં લઈ લેતા તે પછી સદાય શુદ્ધ રહે છે અને તેને પછી મલિન થવાની સંભાવના રહેતી નથી, તેમ આત્મામાં લાગેલા સર્વ કર્મોનો સર્વથા અભાવ થવાથી જે સ્વાભાવિક શુદ્ધભાવ પ્રગટ થાય છે તે ભાવને ક્ષાયિકભાવ કહે છે. આ ભાવ પછી કદી અશુદ્ધ થતો નથી. આ કાળે આ ભારત ક્ષેત્રે તેનો અભાવ વર્તતો હોવાથી તેનો વધુ વિસ્તાર કરવો અસ્થાને લાગે છે.
(૩) ક્ષાયોપશમિક ભાવ : આ ભાવમાં કર્મોનો ક્ષય અને ઉપશમની મિશ્ર અવસ્થા રહેતી હોવાથી તેને મિશ્રભાવ પણ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને સર્વઘાતી સ્પર્ધકોનો એટલે કે જે કર્મ સર્વથા ગુણનો ઘાત કરવાવાળો છે તેનો તો ઉદય ક્ષય (અનુદય) અને તેજ સર્વઘાતી સ્પર્ધકોનો સત્તામાં ઉપશમ થતાં તથા દેશઘાતી સ્પર્ધકોનો ઉદય થતા જે ભાવ પ્રગટ થાય છે તેને ક્ષાયોપશમિકભાવ કહે છે.
ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ છે. ચાર જ્ઞાન (સમ્યક્-મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય) - આ ચોથાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે.
તીર્થ-સૌરભ ७७
For Private & Personal Use Only
www.jainelibrary.org