________________
વેદોનો મધ્યવર્તી વિચાર ગણી અનુષ્ઠાનનું વિધિવત્ વર્ણન કર્યું છે જ્યારે ઉત્તરમીમાંસા વેદાન્તી કર્મકાંડનું ખંડન કરી આત્મસાક્ષાત્કાર તથા બ્રહ્મજ્ઞાનને જ વેદોનો મધ્યવર્તી વિચાર ગણે છે.
કબીરજી અને ગંગાસતી જેવા અનેક દાર્શનિક સંતકવિઓએ ગીત રચ્યા તો વેદાંત
દર્શનના સૂત્રો પર શંકરાચાર્ય, રામાનુજાચાર્ય નિમ્બાર્ક અને વલ્લભાચાર્ય જેવાએ વિદ્વતાપૂર્ણ ભાષ્યો રચ્યાં. આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદ, રામતીર્થ મહર્ષિ, મહાયોગી અરવિંદ, ટાગોર, આનંદશંકર ધ્રુવ, પંડિત સુખલાલજી, વિનોબા અને ગાંધીજીના સાહિત્યમાં આપણને દાર્શનિક આત્મચિંતનની ઝલક જણાય છે તો ઓશો અને કૃષ્ણમૂર્તિએ આગવી દૃષ્ટિથી આત્માની વાત કરી છે.
વેદાંત દાર્શનિક સાહિત્યમાં આત્મચિંતનની વિચારણા કરી. હવે અવૈદિક દર્શનોમાંના એક ચાર્વાક દર્શનમાં આત્મા વિષેના ખ્યાલનો અભ્યાસ કરીએ. તેમના મતે આત્મા જેવું કોઈ ચૈતન્યરૂપ અને સ્વયંપ્રકાશ તત્ત્વ છે જ નહિ. ચૈતન્ય
વિશિષ્ટ એવું જે આપણું આ ભૌતિક સ્થૂળ શરીર એ જ સાચું છે. તે માને છે કે પૃથ્વી, જલ, તેજ અને વાયુના જડ તત્ત્વોમાંથી ચૈતન્ય વિશિષ્ટ એવા શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. દેહાત્મવાદી ચાર્વાક દર્શનના મત મુજબ ઈશ્વર જેવું કોઈ પારમાર્થિકન તત્ત્વ પણ અસ્તિત્વ ધરાવતું નથી. ભૌતિકવાદી કે જડવાદી દર્શન હોવાને કારણે અહીં દાર્શનિક આત્મચિંતનનો નકારાત્મક અભિગમ જણાય છે.
ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ અને શ્રમણ
૪
તીર્થ-સૌરભ
Jain Education International
એ બે મુખ્ય દાર્શનિક પરંપરા ગણાય. શ્રમણ પરંપરામાં બૌદ્ધ દર્શન અને જૈનદર્શન સાહિત્યમાં આત્માનું વિશિષ્ટ ચિંતન કરવામાં આવ્યું છે. બૌદ્ધ દર્શનમાં ત્રિપિટક ગ્રંથ અને તેની ભાષ્ય અને ટીકાઓના વિપુલ સાહિત્યમાં વિવિધ રીતે આત્મચિંતન નિરૂપાયેલું છે.
બુદ્ધ પરિવર્તનશીલ દ્રશ્ય ધર્મો સિવાય કોઈ અદ્રશ્ય સ્થાયી દ્રવ્ય કે આત્મતત્ત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મતે આ સંસાર અનિત્ય છે, ક્ષણિક છે. જેને આપણે જીવાત્મા કહીએ છીએ તેને એક નિરંતર ચાલતી પ્રક્રિયાનો પ્રવાહ ગણે છે. જીવની એકસૂત્રતાને કારણે જલતા દીપક સાથે સરખાવી છે. તેમણે સુખદુઃખ જેવા સંવેદનોને આત્માના ગુણ રૂપે
સ્વીકાર્યા, ચેતનાની ભિન્ન-ભિન્ન અવસ્થાનો સ્વીકાર કર્યો પરંતુ ચૈતન્ય તત્ત્વની નિત્યતાનો સ્વીકાર જોડાયેલા છે તે ભૌતિક ક્લેવર પોતે
જ આત્મા છે અને તૃષ્ણાઓના બુઝાઈ જવાથી નિર્વાણ તરફ જઈ શકાય છે. એવો બુદ્ધનો મત હતો. અનાત્મવાદ કે વૈરાત્મવાદ એ બુદ્ધદર્શનનું વિશિષ્ટ આત્મચિંતન છે.
જૈનદર્શને કર્મવાદ અને મોક્ષના સંદર્ભે પારદર્શક આત્મચિંતન રજૂ કર્યું છે. તેમના મતે સ્થૂલ પદાર્થનું દર્શન ચર્મચક્ષુઓનો વિષય છે અને આત્મસ્વરૂપનું દર્શન દિવ્ય ચક્ષુઓનો વિષય છે. દર્શનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને પદાર્થદર્શનની દૃષ્ટિ ખૂલે છે, પછી મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન થાય છે. દાર્શનિક કર્મવિજ્ઞાન દ્વારા, આત્માની
For Private & Personal Use Only
રજતજયંતી વર્ષ : ૨૫
www.jainelibrary.org