________________
આ કષાયની ઉપશાંતના
| શ્રી મનસુખ એમ. બારોટ
જ્ઞાની પુરુષોના બોધવચનો આપણને આત્મનિરીક્ષણની જબરી પ્રેરણા આપનારા અને પુરુષાર્થને પ્રેરનારા હોય છે. આપણી સઘળી બાહ્ય દોડ અટકાવી દઈ અતર્મુખતા પ્રત્યે દોરી જનારા હોય છે. પરંતુ આપણી ભૂલ કહો, દોષ કહો કે કચાશ જે કંઈ કહો - આપણે હંમેશાં ઉપલક ઉપલક વિચાર-વર્તનમાં જ સર્વસ્વ માની લઈ સંતોષાઈ જઈએ છીએ. ઊંડાણપૂર્વક અભ્યાસ કે આચરણ કર્યા વિના-અનુભવમાં ઉતાર્યા વિના આપણી જાતને આપણે સાધક-મુમુક્ષુ કે આત્માર્થી માનીએ છીએ અને મનાવીએ છીએ. પરંતુ હોઉં અને માનવું એમાં ઘણો ફરક છે. માનવું એ બૌદ્ધિક છે. હોઉં એ આત્મિક વાત છે. દરેક વસ્તુને તોલવાના, માપવાના, સમજવાના જુદા જુદા સાધનો હોય છે. એવી જ રીતે અહીંયા આપણી મુમુક્ષતા - આત્માર્થીપણું સમજવાની અને માપવાની એક ગાથા આપે છે, જે આપણે સહુએ ખૂબ જ ગંભીરતાપૂર્વક આત્મનિરીક્ષણ દ્વારા સમજીને આત્મસાત્ કરવા યોગ્ય છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અમિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.”
ચાલો, આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ કે આટઆટલો સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ અને અનેકવિધ ધર્માનુષ્ઠાનો કરવા છતાં પણ આપણા કષાયભાવો ઉપશમ થયા છે ખરાં? કષાયભાવોથી પાછા વળી શકાય એવી દશા થઈ છે ખરી? ક્રોધાદિના ઉદયમાં સમભાવ રાખી શકીએ છીએ ખરા? કોદો ક્રોડ વરસ તણું સંજમાં
ફલ જાય – અને ક્રોધ કષાયથી મહાસાધુ પણ સર્પાદિ યોનીમાં ઊપજી દુ:ખો ભોગવે છે એ જાણવા છતાં ક્રોધ પ્રત્યેના વલણમાં કંઈ જતું કરીએ છીએ ખરા? ખરેખર જો સમજતા હોઈએ. તો અવશ્ય આપણે ક્રોધ સામે ક્ષમા રાખીએ. હશે, હોય, એમાં શું થયું? ચાલ્યા જ કરે! એવો ભાવ કેળવીને અવશ્ય આપણે ક્ષમાભાવ મંત્રીભાવ, અને ગુણગ્રાહકતા દ્વારા ક્રોધ કષાયનું ઉપશમ કરીને મોક્ષના માર્ગે પ્રગતિ કરવી જ જોઈએ. પરિસ્થિતિ સુખદ કે દુઃખદ ગમે તે હોય, તે કંઈ કાયમ રહેવાની નથી. માટે આપણા પૂર્વકૃત કર્મોદયે કષાયભાવ ઉદય થાય ત્યારે જો અંતરજાગૃતિ કેળવીએ તો ધીરે ધીરે અભ્યાસ દ્વારા ક્રોધને જીતી શકાય. ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ ક્ષમા આપણો આદર્શ હોવો જોઈએ. વળી આજ વાતને ભગવદ્ કુંદકુંદાચાર્યદિવા સમજાવે છે કે“જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે. સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.”
અહીં ક્રોધ આદિ કહેતાં સર્વ કષાય ભાવોથી - જીવને મહાબંધન લાગુ પડે છે અને અનંત દુઃખો ભોગવવા પડે છે. માટે આપણે એ બંધનો અને દુઃખોથી મુક્ત થવા કષાયભાવો ઉપશમાવીને ધીરે ધીરે સહુરુષાર્થ અને પરાક્રમથી તેનો પરાભવ કરવાની સાધનામાં સુસ્થિત થવું જોઈએ. પ્રથમ ઉપશમથી સાધનામાં સફળતા પછી ક્ષયથી ઉત્કૃષ્ટ સાધના ચરિતાર્થ થાય છે.
હવે માન કષાયને ઉપશમાવવાની વાત કહે
રજતજયંતી વર્ષ : ૨૫
તીર્થ-સેરભ
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org