________________
“મો સમ કૌન કુટિલ ખલ કામી. જિન તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નિમકહરામી.
પાપી કૌન બડો હૈ મોતે, સબ પતિતન નામી.’’ શ્રી ‘રત્નાકર પચ્ચીસી'માં આવે છે, “ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું'
આપણે કોઈના સામે આંગળી ચીંધીએ છીએ ત્યારે બીજી આંગળીઓ આપણી તરફ હોય છે. તે દર્શાવે છે કે બીજાના દોષદર્શન કરનાર હે મૂર્ખ! તું તારા તરફ તો દૃષ્ટિપાત કર. તારામાં કેટલી દોષરૂપી ગંદકી ભરી છે તે તો તું જો! પણ આ બાબત પરત્વે આપણે લક્ષ
આપીએ છીએ ખરાં?
હવે, નિજદોષ પ્રત્યે સાધકની દૃષ્ટિ જાય ત્યારે તેને અંતરમાં પારાવાર દુઃખ થાય છે. તે વિચારે છે કે હે પ્રભુ! અત્યાર સુધી તો હું અન્યના દોષ જોઈને તેની નિંદા કરતો હતો, પણ તારી કૃપાથી અંતર્ચક્ષુ દ્વારા નિજ અવલોકન કર્યું તો મને લાગ્યું કે અરે! હું તો અવગુણોનો ભંડાર છું! મારામાં તો રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, હિંસા, જૂઠ, ચોરી, નિંદા, ઈર્ષ્યા, ક્રોધ માન, લોભ આદિ દુર્ગુણોની કેટલી બધી ગંદકી ભરી
છે!
નિજદોષકથન એ આત્મસુધારણાનું મહત્ત્વનું અંગ છે, દિનપ્રતિદિનના જીવનથી સાધકને જે દોષ લાગ્યા હોય તેનું ગુરુ કે પ્રભુ સમક્ષ
નિવેદન કરી પ્રાયશ્ચિત્ત કરે છે અને તેવાં દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પસ્તાવાના પુનિત ઝરણામાં સ્નાન કરી તે શુદ્ધ થાય છે.
૫૪
તીર્થ-સૌરભ
Jain Education International
“હા પસ્તાવો! વિપુલ ઝરણુ સ્વર્ગથી ઉતર્યું છે; પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે''
બાર પ્રકારના તપમાં પ્રાયશ્ચિત્ત એ અંતરંગ તપ છે. સાચા હૃદયથી ગુરુ કે પ્રભુ સમક્ષ કરેલ પ્રાયશ્વિત્ત કર્મોને બાળી નાખે છે. સાચું પ્રાયશ્ચિત્ત કરવાથી ધીમે ધીમે દોષોની માત્રા ઘટતી જાય છે અને સાધક સાધનાના રાજપંથે દિન પ્રતિદિન આગળ વધી શકે છે.
આમ, આપણે બીજાના દોષો જોયા વગર નિજદોષદર્શન કરીએ, તેની કબૂલાત ગુરુ કે પ્રભુ સમક્ષ કરીએ, તેનું પ્રાયશ્વિત્ત લઈ તેવા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા લઈએ તો ક્રમે કરીને સાધનાના પંથે આગળ વધી શકીએ. મહાપુરુષોએ પોતાના દોષોને જાહેર કરી પરમાત્માનું શરણ સ્વીકાર્યું છે.
યથા
૧.
..
3.
૪.
-
મહારાજ પતિતઉધારણ
શરણાગતપાલ, દીનદયાલ; નિજ શીશ, કરહુ જગદીશ;''
શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર-૪૦
સુમિરન કરહું નાય
મુજ દુઃખ દૂર
તું ગતિ તું મતિ આશરો,
તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે,
For Private & Personal Use Only
તું જીવ જીવન આધારો રે, ગિરુઆ રે ગુણ તુમ તણા” શ્રી યશોવિજયજી મહારાજ
“કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.’’ શ્રીમદ્ રાજચંદ્ર ભૈલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમ્હારે આવું, હે પાવન પરમેશ્ર્વર મેરે મન હી મન શરમાઉં''
રજતજયંતી વર્ષ : ૨૫
www.jainelibrary.org