________________
“બૂરા જુ દેખન મેં ચલા, બૂરા ન મિલિયા કોઈ; જો દિલ ખોજા આપના, મુજ-સા બૂરા ન કોઈ’
ઉપર્યુક્ત પંક્તિમાં મહાત્મા કબીરદાસજીએ પરનિંદા, કુથલીમાં રાચતા જનોને અંતર્નિરીક્ષણ કરવાની સોનેરી સલાહ આપી છે.
જિજ્ઞાસુ-સાઘકની ભક્તિપ્રેરક વિચારણા
શ્રી મિતેશ એ. શાહ
વિશ્વમાં બાવન લાખ જીવયોનિના જીવોને જિહ્વા ઇન્દ્રિય (જીભ) મળી નથી. આપણને મળેલી પાંચેય ઇન્દ્રિયોમાં આંખ અને જીભ આ બે ઇન્દ્રિયો દ્વારા વધારેમાં વધારે કર્મો બાંધીએ છીએ. આપણે આ બંને ઇન્દ્રિયોનો દુરુપયોગ ન કરવો હોય તો તેમ કરી શકીએ છીએ, જરૂર છે સાચા સંકલ્પની અને તદનુસાર પુરુષાર્થની. શ્રીમદ્ રાજચંદ્રજી ‘ભક્તિના વીસ દોહરા'મા જણાવે છે, વચન નયન યમ નાહીં.'
જીભના બે કામ છે, (૧) બોલવાનું અને (૨) સ્વાદ લેવાનું. આપણે બોલવામાં ઘણી જ સજાગતા રાખવી જોઈએ. સત્યં બ્રૂયાત્ પ્રિયં બ્રૂયાત, ન ધ્રૂયાત્ સત્યમપ્રિયમ્' આપણે મધુર, થોડું, સત્ય, ધીમું અને જરૂર પડે ત્યારે જ બોલવું જોઈએ. આવું તો કોઈક વિરલ વ્યક્તિ જ કરી શકે છે! વ્યક્તિ ગુણોથી પરિપક્વ થાય ત્યારે મધુર વાણી બોલી શકે.
આપણને નિંદારસ અન્ય રસો કરતા આનંદદાયક લાગે છે. કોઈની નિંદા કરવામાં કેટલો સમય પસાર થઈ જાય તે ખબર પણ ન પડે! આપણા મુખમાંથી મુખવાસની સુગંધની સાથેસાથે પરનિંદાની દુર્ગંધ પણ આવતી હોય છે!
‘શ્રી રત્નાકર પચ્ચીસી'માં કહ્યું છે, “મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને’'
૫૨
તૌર્ય-સૌરભ
Jain Education International
શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “પરનિંદા એ જ સબળ પાપ માનવું.' જૈનદર્શનમાં ૧૮ મોટા પાપ-સ્થાનોમાં પંદરમું ‘પરપરિવાદ’ નામનું પાપસ્થાનક કહ્યું છે. બીજાના અવગુણ ગાવાથી સામી વ્યક્તિને નુકસાન થાય કે ન થાય, પરંતુ આપણને અવશ્ય કર્મબંધન થાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત પત્રાંક ૩૦૧મા જણાવે છે,
“જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.''
આપણે સ્વદોષદર્શનના સ્થાને પરદોષદર્શન કર્યા કરીએ છીએ અને પરગુણદર્શનને બદલે સ્વગુણદર્શન કર્યા કરીએ છીએ! દોષ-દૃષ્ટિવાળા જીવો બીજાના રાઈ જેવડા દુર્ગુણાને મેરુપર્વત જેવા મોટા કરીને બતાવે અને બીજાના મેરુ
જેટલા ગુણોને અણુ જેવડા જ બતાવે. તે સામાના ૯૯ ગુણને ન જુએ, ૧ અવગુણ હોય તેને જ જુએ!
કાગડો રોટલી નહિ, માંસ જ પસંદ કરે, ડુક્કર અનાજ નહિ, વિષ્ટાને જ પસંદ કરે. માખી ચંદનને નહિ, એંઠવાડને જ પસંદ કરે. દોષ દૃષ્ટિવાળા સામાના ગુણોને નહિ, દોષોને જ જોયા કરે.
‘હૃદયપ્રદીપ' નામના ગ્રંથના રચયિતા શ્રી ચિરંતન આચાર્ય જણાવે છે,
રજત જ્યંતી વર્ષ : ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org