________________
ભાઈ, તમે આમ ઉતાવળા ઉતાવળા ક્યાં ચાલ્યા?
કોબા,
કોબા શું છે? કોઈ સેમિનાર, કોઈ મેળાવડો કે પછી અમસ્થા પિકનિક માટે.
..... ના ભાઈ ના એવું કશું નથી. ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર ‘સાધના' કેન્દ્ર છે, આશ્રમ છે. મનને, હૃદયને ઠીક લાગે છે, ગમે છે એટલે જઉં છું.
તે તમે ત્યાં સાધના કરવા જાવ છો? ના એવું નથી.‘ સાધના' તો મારા માટે મોટો શબ્દ છે. હા, ત્યાં સાધકો વચ્ચે રહેવાનું થવાથી આનંદ આવે છે. જંજાળ ભૂલી જવાય છે અને એક સાંસ્કારિક વાતાવરણમાં જીવનને નવી તાજગી મળે છે.
સંસ્કાર થકી સાધના
પ્રા. જયન્તભાઈ મોઢ
આ સંવાદ પછી મારું મન ચગડોળે ચડ્યું. મારી નજર સમક્ષ સાબરમતી ગાંધી આશ્રમ' જેના નામ પરથી આશ્રમરોડ પડ્યું તે લંબાતો ચાલ્યો. સાબરમતી વટાવી આશારામ બાપુનો આશ્રમ, તપોવન,સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ,જૈન આરાધના કેન્દ્ર અને એની પશ્ચાત ભૂમિમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ – સાચા અર્થમાં ગાંધીનગર સુધી આશ્રમરોડ થઈ ગયો. ક્યાં પચીસ વર્ષ પહેલાનો માત્ર બસોના અવરજવરવાળો રસ્તો અને ક્યાં આજે પ્રવૃત્તિઓથી ધમધમતો દીર્ઘ આશ્રમરોડ. અહીં પચીસ વર્ષ પહેલાં ડૉ. સોનેજીએ ‘ સાધના કેન્દ્ર'નું બીજ રોપ્યું, આજે વટવૃક્ષ બનીને માત્ર સાધનાનું નહિ પરંતુ ‘ સંસ્કાર સિંચન'નું કેન્દ્ર બન્યું છે. એટલે સહજ રીતે એના પ્રણેતા ડો. સોનેજી ઉર્ફે વર્તમાનમાં પૂ. શ્રી આત્માનંદજીના જીવન-કવન અને મનન તરફ મને વિચારતા કરી મૂક્યો. એમની આધ્યાત્મિક
૬૪
નીચ-સોરભ
Jain Education International
ઊંચાઈનો,એમના નજીકના પરિચયમાં આવનારને ખ્યાલ આવે છે. વાચન અને ચિંતન બંનેનો પરિચય ‘ સાધક સાથી' કે અન્ય પુસ્તકો દ્વારા મળે છે. એના વિશે ઘણુંબધું પ્રગટ થઈ ચૂક્યું છે એટલે પુનરાવર્તન ન કરતા એમની વર્તમાન દિશા વિશેનો વિચાર અત્યારના સંજોગોમાં અતિ આવશ્યક લાગે છે. આધ્યાત્મિક્તા-તત્ત્વજ્ઞાન વગેરે શ્રીમદ્ાજચંદ્રજીના સંદર્ભે અનેક વિદ્વાનોએ આ અંકમાં અને અવારનવાર વર્તમાનપત્રોમાં ઘણુંબધું લખ્યું છે. એમાં નવું કશું ઉમેરવાનું નથી.મારી એટલી ક્ષમતા પણ નથી. પરંતુ શ્રી આત્માનંદજીને વર્તમાન સંદર્ભે સમજવા જરૂરી સમજું છે.
સાધના કેન્દ્રમાં અનેક પ્રકારના મુમુક્ષુઓસાધકો જોવા મળે છે. મોટા ભાગના વયસ્ક અને અલ્પમાત્રામાં યુવાનો છે. કેટલાક અહીં સ્થિર છેકેટલાક અવારનવાર અનુકૂળતા પ્રમાણે એકાદબે દિવસ કે પછી વર્ષમાં એકાદ-બે મહિના આવી શાંતિ અનુભવે છે. દરેકની ક્ષમતા અલગ અલગ પ્રકારની હોય છે. એટલે સ્વાભાવિક છે કે પ્રત્યેકનું મંથન-ચિંતન ક્ષમતા પ્રમાણેનું હોય પરંતુ આખરે લક્ષ્ય તો એક જ પ્રકારનું છે. હિન્દુ તરીકે જન્મ લીધો એટલે ગળથૂથીમાંથી જ મોક્ષ-વિચારની કલ્પના હોય. જન્મ સામાજિક તરીકે લીધો એટલે સંસારની અટપટી દુન્યવી દુનિયાની કર્મ-ફળ પ્રમાણે પરિપૂર્તિ કરી, સાથે સાથે સમાંતરે શાશ્વત-આનંદનો પ્રયાસ અંતિમ લક્ષ્ય તરીકે કર્યો. તેમ કરવાની પ્રેરણા આપણા સંતો-ૠષિઓ મુનિઓ વગેરે પાસેથી મળે છે અને એના માટે આપણે આશ્રમો આધ્યાત્મિક કેન્દ્રો સાધના કેન્દ્રોનો આશ્રય લઈએ છીએ. (અલબત્ત સાધના-વ્યક્તિગત રીતે કોઈ પણ જગ્યાએ મન સ્થિર હોય તો થઈ શકે એના
રજતજયંતી વર્ષ : ૨૫
For Private & Personal Use Only
-
www.jainelibrary.org