________________
/ વર્ષાબેન, પ્રવિણભાઈ / કલ્પનાબેન શાહ પરિવાર (Lansdale), કનુભાઈ / દિવ્યાબેન જાજલ, ફીનીક્સના, હર્ષદભાઈ / લતાબેન દેસાઈ, શિકાગો, હ્યુસ્ટન, ડેટ્રોઇટ અને રોચેસ્ટરના અનેક મુમુક્ષુ ભાઈ-બહેનો, કેન્યાના સોમચંદભાઈ / જયાબેન શાહ, કેશુભાઈ / પુષ્પાબેન, ધીરૂભાઈ | સરલાબેન દોશી - સમસ્ત પરિવાર, સ્વ. રમણિકભાઈ | તારાબેન ચુડગર, મનુભાઈ / હેમીબેન ધણાણી, મનુભાઈ સોજપર - પરિવાર, વીશા ઓશવાળ સંઘના હોદ્દેદારો વગેરે અનેક નામી-અનામી મુમુક્ષુ ભાઇ-બહેનોએ વિશિષ્ટ યોગદાન આપ્યું.
(૭) ઈ.સ. ૧૯૮૮માં આપણી સંસ્થામાં સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાકવામાં આવ્યો.
(૮) તા. ૧૫-૫-૮૯ના રોજ સાધના કુટિરોના ખાતમુહૂર્તની વિધિ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ શાહના હસ્તે કરવામાં આવી.
(૯) તા. ૩-૨-૯૦ના દિવસે ‘વિધા-ભક્તિ-આનંદધામ'ની શિલાન્યાસવિધિ તે વખતના ગુજરાતના ગવર્નર શ્રી આર.કે. ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવી.
(૧૦) તા. ૨૩-૧૦-૯૦ના રોજ લંડનના બકીંગહામ પેલેસમાં, આંતરરાષ્ટ્રીય જૈન સમાજ તરફથી WW.F. ના વડા પ્રીન્સ ફીલીપ્સને ‘જૈન ડેક્લેરેશન ઓન નેચર' સમર્પિત કરવામાં આવ્યું હતું ત્યારે તેના એક અગ્રણી તરીકે પૂજ્યશ્રી પણ હાજર હતા અને નવકારમંત્રના રટણથી કાર્યક્રમનો મંગળ પ્રારંભ પણ તેમણે કર્યો હતો.
(૧૧) ડિસેમ્બર ૧૯૯૧માં ‘વિધા-ભક્તિ-આનંદધામ'નું ઉદ્ઘાટન પ.પૂ. ધર્મધુરંધર શ્રી પ્રમુખસ્વામીના હસ્તે થયું.
આ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવમાં શોભાયાત્રા, સ્વાધ્યાય, ધર્મ-ગોષ્ઠિની બેઠકો, ભક્તિસંધ્યાઓ, સ્વાધ્યાય હોલમાં ગુરુજનોનાં ચિત્રપટો, સૂત્રો, મંત્રો તથા સરસ્વતી માતાની મૂર્તિના અનાવરણવિધિના કાર્યક્રમો ઉપરાંત પૂજ્ય મોરારીબાપુ વગેરે સંતો, વિદ્વાનો, શ્રેષ્ઠીઓ વગેરેના સ્વાધ્યાય-પ્રવચનોનો લાભ શ્રીમદ્ રાજચંદ્રજીના અનુયાયીઓ અને આગંતુક ભક્તજનોએ વિશાળ સંખ્યામાં લીધો હતો. આ પ્રસંગે સંસ્થાનો સંક્ષિપ્ત ઇતિહાસ રજૂ કરતી ‘તીર્થંજલિ'નું વિમોચન સ્વ. પૂજ્ય યોગાચાર્ય શ્રી મનુવર્યજી મહારાજે કર્યું હતું.
(૧૨) વિશ્વધર્મ પરિષદના કાર્યકારી અધ્યક્ષના નિમંત્રણને માન આપીને ઈ.સ. ૧૯૯૩માં શિકાગો (અમેરિકા)માં યોજાયેલ ‘વિશ્વધર્મપરિષદ'માં પૂજ્યશ્રી આત્માનંદજીએ ભાગ લીધો હતો. આ પરિષદમાં પૂજ્યશ્રીએ ‘પ્રાર્થના’ તથા ‘આત્મસાક્ષાત્કાર' જેવા વિષયો પર મનનીય પ્રવચનો આપ્યા હતાં.
:
(૧૩) તા. ૩૦-૫-૯૩ના રોજ સંસ્થામાં રોગનિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો; જેનો ૨૨૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
(૧૪) આ તબક્કાની સ્વાધ્યાય પ્રવૃત્તિઓ મુખ્યપણે રાજકોટ તથા ઘાટકોપરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિરોમાં, મુંબઈના વિવિધ ઉપનગરોમાં, કચ્છ, પૂના, કલકત્તા, સાબરકાંઠા જિલ્લાના લક્ષ્મીપુરા, ગોધમજી, ઇડર, ચિત્રોડા વગેરે અનેક નાના-મોટા નગરોમાં સ્વાધ્યાયસત્રો અને પ્રવચનમાળાઓ રૂપે થઈ. વિશેષ વિગતે જોઈએ તો તા. ૨૫-૧૨-૮૮થી તા. ૩૦-૧૨-૮૮ સુધી સંસ્થામાં યોજાયેલ પંચદિવસીય જ્ઞાનસત્રમાં પંડિત શ્રી મધુકર ગડેકર ખાસ નાગપુરથી પધાર્યા હતા. તા. ૨૮-૧૨-૮૯ના દિવસે ગુજરાત
રજતજયંતી વર્ષ : ૨૫
તીર્થ-સૌરભ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org