________________
શ્રી રામજીભાઈ ચૌધરી પરિવાર, શ્રી કનુભાઈ પટેલ તથા ગામના ભાઈબહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ. લીધો હતો.
આ તબક્કા દરમિયાન થયેલ સમાજોપયોગી પ્રવૃત્તિઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો તા. ૧૧-૧૨૯૪ના રોજ લીંબડી જશવંતસિંહ હાઈસ્કૂલનાં નવા મકાનનું ઉદ્ઘાટન પૂજ્યશ્રીના વરદ્હસ્તે થયું. તા. ૨૮-૧-૯૬ના રોજ શ્રી સહયોગ કુષ્ઠરોગ સેવા ટ્રસ્ટ, રાજેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર - માનસિક - અપંગા મંદિરનું ઉદ્ઘાટન પૂજ્યશ્રીના હસ્તે થયું. આ કાર્યમાં શ્રી જયંતભાઈ શાહ પરિવારનો વિશિષ્ટ અર્થ સહયોગ સાંપડ્યો હતો. તા. ૯-૧૧-૯૦ના દિવસે આપણી સંસ્થામાં પંખીઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તા. ૧૮-૧-૯૮ના દિવસે સંતકુટિરના વિસ્તૃતીકરણ નિમિત્તે ભક્તિભાવપૂર્વક પૂજા રાખવામાં આવી હતી. તા. ૧૪-૧૨-૯૮ના દિવસે નવા કોબા ગામ સ્થિત મધુરી મનસુખલાલ વસા પ્રાથમિક શાળાની નામકરણવિધિ નિમિત્તે પૂજ્યશ્રીએ આશીર્વચન આપ્યાં હતાં.
આ તબક્કામાં સંસ્થા દ્વારા જે વિશિષ્ટ સાહિત્યનું પ્રકાશન થયું તેની વિગત નીચે મુજબ છે : ૧. તા. ૨૨-૭-૯૪ના દિવસે “વચનામૃત શતકનું વિમોચન કરવામાં આવ્યું. ૨. “યોગ-સ્વાચ્ય અને માનવમૂલ્યો' નામની શાળા ઉપયોગી અભ્યાસક્રમ પુસ્તિકા ૧૯૯૫માં પ્રકાશિત
કરવામાં આવી. ૩. ઈ.સ. ૧૯૯૬માં “અધ્યાત્મપાથેય"નું વિમોચન આદ, ડો. ચીનુભાઈ નાયકને હસ્તે થયું. ૪. તા. ૨૫-૪-૯૮ના દિવસે “આપણો સંસ્કાર વારસો'નું વિમોચન યોગાચાર્ય શ્રી દુષ્યતભાઈ મોદીના
હસ્તે વડોદરા નગરીમાં થયું. ૫. આ સમય દરમ્યાન પુસ્તિકા “our cultural Heritage' (અંગ્રેજી) પ્રકાશિત કરવામાં આવી. ૬. સંસ્થાના રજત જયંતી વર્ષના ઉપક્રમે ડિસેમ્બર ૨૦૦૦માં નીચેના પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે
(૧) “સંસ્કાર-જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ' (૨) “તીર્થ-સૌરભ' આ બંનેનું વિમોચન તા. ૧૫-૧૨૨૦૦૦ના રોજ કરવામાં આવશે. (૩) શ્રીમદ્ રાજચંદ્રની જીવન-સાધના પુસ્તકનું વિમોચન તા. ૧૦૧૨-૨૦૦૦ના રોજ કરવામાં આવશે. તદુપરાંત એવોર્ડ વિજેતાઓનો સંક્ષિપ્ત પરિચય આપતી
પુસ્તિકા પ્રકાશિત થશે. સંસ્થાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ :
તા. ૨૩-૧૧-૯૬ના દિવસે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ શાહના સૌજન્યથી અને રાધનપુર સર્વોદય આંખની હોસ્પિટલના શ્રી શ્યામ સુંદરભાઈ પરીખના સહકારથી નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તા. ૨-૧૨-૯૬ના દિવસે સંસ્થામાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં ૬૮ જેટલી વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું. તા. ૧૯-૧-૯૭ના દિવસે પૂજ્યશ્રીએ વડોદરા નજીક આવેલી રક્તપિત્ત સંસ્થાની મુલાકાત લીધી હતી. - તા. ૧૨-૧૨-૯૯ના રોજ અમદાવાદમાં મીઠાખળી છ રસ્તા નજીક જ્યાં ૨૫ વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપના થઈ હતી તે સ્થળે, સંસ્થા દ્વારા પ્રેરિત અને ડો. રાજેશાઈ સોનેજી તથા તેમના સહયોગીઓ દ્વારા નિર્મિત સદ્ગુરુ પ્રાસાદ'નો પ્રારંભ ખૂબ ભક્તિભાવ સહિત, ઉલ્લાસિત વાતાવરણમાં થયો; જેમાં ૧૦૦૦ ઉપરાંત મુમુક્ષુઓ જોડાયા હતા. અનેક સંતોના શુભાશિષ પ્રાપ્ત થયાં. હાલમાં દર બુધવારે રાત્રે ૮-૦૦થી ૯-૩૦ સુધી ત્યાં નિયમિત ભક્તિ-સ્વાધ્યાર થાય છે.
રજતજયંતી વર્ષ : ૨૫
તીર્થ-સૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org