________________
સંસ્થાના સ્ટાફ મેમ્બર્સ અને અન્ય પ્રકીર્ણ સેવાઓ રોજ-બરોજનાં કાર્યમાં જે ભાઈ-બહેનો સેવા આપી રહ્યાં છે અને જેમની નિષ્ઠા અને સતત સહયોગ મળતાં રહ્યાં છે તેવા ઓફિસનાં, ભોજનશાળાનાં, ઓડિયો-વિડિયો વિભાગના, ગુરુકુળનાં, સુરક્ષા વિભાગનાં તથા સફાઈ વિભાગનાં સે ભાઈ-બહેનોને પણ આ અવસરે અમો વિશેષપણે યાદ કરીને અભિનંદન આપીએ છીએ.
કાર્યકરો
શ્રી વિનોદભાઈ ખરીદિયા (મેનેજરશ્રી)
શ્રી કિરણભાઈ જાદવ(ઓડિયો-વિડિયો વિભાગ) શ્રી ચંદ્રકાંતભાઈ ડી. મહેતા.
શ્રી હરીશભાઈ ચૌધરી શ્રી જયદેવભાઈ બારોટ
શ્રી પ્રેમજીભાઈ મહારાજ શ્રી દશરથભાઈ પટેલ
શ્રી ઉષાબેન ચૂડાસમા શ્રી બાબુભાઈ રાવળા
શ્રી મધુબેન દરબાર શ્રી બાદરભાઈ ઠાકોર
શ્રી ચંદ્રિકાબેન દરબાર શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ (ગૃહપતિશ્રી)
શ્રી હસમુખભાઈ પંચાલ શ્રી વાસુદેવભાઈ વ્યાસ
શ્રી જશવંતભાઈ દરબાર (માળી).
શ્રી કનુભાઈ (સ્વચ્છતા વિભાગ) ભારત સ્થિત અને વિદેશસ્થિત વર્તમાન અને ભૂતકાળના
અનેક જિજ્ઞાસુઓ, સાધકો, સંતસેવકો અને સેવાનિષ્ઠ કાર્યકરો સંસ્થા એટલે જ સોહાર્દપૂર્ણ સહયોગ આપનાર અને સેવા-સાધના-પરોપકારની ભાવનાથી પ્રેરાઈને, સંસ્થામાં રહીને કે સ્વ-સ્થાને રહીને તેના કાર્યમાં સહયોગ આપવાનું અને લાભ લેવાનું સુયોગ્ય સ્થાન. છેલ્લા પચીસ વર્ષના લાંબા ગાળામાં ભારતમાં તેમ જ વિદેશ-સ્થિત આવી વ્યક્તિઓની સંખ્યા ખૂબ જ મોટી થાય તે સ્વાભાવિક છે. આમાંના કેટલાંક સાધક ભાઈ-બહેનોએ તો સંપૂર્ણપણે કે મહઅંશે અહીં જ રહીને સેવા-સમર્પણભાવથી અંતેવાસી જેવા થઈને રહેવાનું સ્વીકારેલ છે. ભવિષ્યમાં પણ બીજા અનેક જિજ્ઞાસુઓ તે પ્રકારે રહેશે એવી નિશ્વિત સંભાવનાઓ છે. તેઓના સર્વેના નામ આપવા શક્ય પણ નથી અને યોગ્ય પણ નથી; કારણ કે તેઓ તો બૃહદ્ કોબા પરિવારનું જ એક અભિન્ન અંગ છે.
વળી તેવા મહાનુભાવોના નામ સંસ્થાની સામાન્ય સચિત્ર ઐતિહાસિક રૂપરેખામાં તથા દિવ્યધ્વનિના વિવિધ અંકોમાં આવી જાય છે, ત્યાંથી જોઈ લેવા વાચકવર્ગને નમ્ર વિનંતી કરીએ છીએ. ભારત અને વિદેશના જુદા જુદા વિભાગોમાં સક્રિય સહયોગીઓના નામ પ્રાદેશિક ધોરણે ઘણુંખરું દિવ્યધ્વનિમાં ટાઈટલ પેઈજમાં આપીએ છીએ, તેથી ત્યાંથી પણ મળી શકશે; જેમ કે મુંબઈ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર-લીંબડી, કલક્તા, મદ્રાસ તથા યુ.એસ.એ., યુ.કે., કેન્યા, ઇત્યાદિ.
ન ૧૬
તીર્થ-સૌરભ
(રજતજયંતી વર્ષ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org