Book Title: Tattvarthadhigamsutra Bhumika
Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 9
________________ [૩] ૨ એ પ્રમાણે કારણ તરીકે બનતી જતી વિકાસની પહેલીવહેલી ભૂમિકાઓનું નામ “ધર્મ રાખવામાં આવેલું છે. પ્રથમની વિકાસભૂમિકામાંથી ઉત્પન્ન થયેલી બીજી ઉપરની વિકાસ ભૂમિકા પછીના વિકાસનું કારણ બને છે. તેથી પહેલીવહેલી દરેક ભૂમિકાનું નામ ધર્મ અને પછી પછીનીનું નામ વિકાસ એટલે મેક્ષ: ૩ આમ ધર્મો અને એની પરંપરા ચાલતી હોય છે. એમ નાના નાના ધર્મોમાંથી નાના નાના - મેક્ષે થતા જાય છે. અને છેલ્લે અંતિમ સંપૂર્ણ ધર્મથી અંતિમ મોક્ષ થાય છે. ૪ ધમ: શબ્દને આ વાસ્તવિક અર્થ છે. ૫ એટલા માટે નય-ભેદે જુદી જુદી અવસ્થાઓને ધ્યાનમાં લઈને સ્યાદ્વાદી-શાસ્ત્રમાં ધર્મના ઘણું ઘણું અર્થે કરવામાં આવેલા છે. અને અપેક્ષાવિશેષોને આધારે તે સઘળા સુસંગત છે. [ પ્રતિમાશતક ટીકા ]. ૬ ઉપચારથી તે ધર્મમાં સહાયક સંસ્થાઓઃ આચારઃ સંચાલક શાસ્ત્રો અનુષ્ઠાનો અનુજાનની ક્રિયાઓ તેને અનેક વિધિઓઃ તેમાં ઉપયોગમાં આવતા સાધનઃ ઉપકરણોઃ મિલકતઃ સ્થાવર જંગમ તીર્થો વગેરે સર્વકાંઈ તદુપયોગી હોય તેમાં સહાયક હોય, તે સર્વ ધર્મ શબ્દથી વાચ્ય થાય છે. [ ૧૦ ] અધ્યાત્મ શાસ્ત્ર જ્યારે આત્માને વિકાસ થાય છે, એમ નક્કી છે, તે તે વિકાસ અને અણુવિકાસ કેવી રીતે અને કેવા કેવા સ્વરૂપે થાય છે? વગેરે જાણનાર શાસ્ત્રનું નામ આત્મવિજ્ઞાન શાસ્ત્ર છે, અધ્યાત્મ શાસ્ત્ર છે. એટલે કે આત્માના વિકાસનું શાસ્ત્ર-આત્માના વિકાસને ઉદ્દેશીને-અનુલક્ષીને રચાયેલું શાસ્ત્ર તે અધ્યાત્મશાસ” કહેવાય છે. અથવા તેનું જ બીજું નામ ધર્મશાસ્ત્ર પણ છે. જેમાં સર્વ પ્રાણીઓના વિકાસની જુદી જુદી ઠેઠ સુધીની ભૂમિકાઓને પદ્ધતિસર વિચાર સંગ્રહ કરવામાં આવેલે હોય છે. તથા તે ભૂમિકાઓ પ્રાપ્ત કરવાના ઉપાયો અને ક્રમ બતાવેલા હોય છે. ૨ આત્મા સાથે કમજ તેની સાથે મનઃ જ્ઞાનતંતુઓઃ મગજ: ઈન્દ્રિઃ શરીરઃ વાચા આરોગ્યઃ ભાષાઃ શબ્દઃ વિચારઃ ઘરઃ કુટુંબ ધંધાઃ વિષપભોગઃ જ્ઞાતિ સમાજ: પ્રજાઃ રાજાઃ શિલ્પઃ જ્યોતિષઃ કળા: સંગીતઃ ભૂમિ મિલકતઃ કૃષિઃ વાણિજ્ય અર્થતંત્રઃ નાણા પ્રકરણ વગેરે વગેરે ઘણું ઘણું પ્રકારના પદાર્થોના સંબંધ હોય છે. તેથી તે સર્વના જ્ઞાન કરાવનારાં બીજા પણ સંખ્યાબંધ શાસે હોઈ શકે છે. અને છે. અને તે સર્વ પરંપરાએ અધ્યાત્મશાસ્ત્ર સાથે જોડાયેલા હોય છે. ૩ તે સર્વમાં અધ્યાત્મશાસ્ત્ર સર્વોપરિ સૌથી વધારે ઉપયોગી સૌથી વધારે મહત્વનું અને સૌથી વધારે હિતકર છે. માટે જીવનના તમામ પ્રકારમાં તે મુખ્ય અને કેન્દ્રસ્થ શાસ્ત્ર છે. ૪ આ વિકાસક્રમ પણ વિશ્વમાં અનાદિ-અનંત-કાલીન છે. તેથી તેને લગતું અધ્યાત્મશાસ્ત્ર પણ અનાદિ અનંત-કાલીન છે. છતાં તે તે વખતે તેના જુદા જુદા પ્રણેતાઓ-ઉપદેશકે વગેરે હોવાથી, તે જુદા જુદા અને નવા નવા પણ ગણાતા હેય છે. ખરી રીતે તે એક અપેક્ષાએ તે એક સનાતન શાસ્ત્ર છે. [ ૧૧ ] મોક્ષ: અને ધમ: ૧ મેક્ષ અનાદિ-અનંતકાલીન શાશ્વત પદાર્થ છે. તેના કારણભૂત ધમ પણ અનાદિ-અનંતકાલીન શાશ્વત પદાર્થ છે. * ૨ તે બનેય કયાંયથી નવા આવતા નથી તે બનેય કદ્દો નષ્ટ થતા નથી. તે બનેયને કદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 223