Book Title: Tattvarthadhigamsutra Bhumika Author(s): Umaswati, Umaswami, Bechardas Prabhudas Parekh Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 8
________________ [૩૮] પ આ સઘળ વિચિત્ર પરિસ્થિતિઓ આત્મામાં થતાં આધ્યાત્મિક વિકાસને પરિચય આપે જ છે. જેને કેઈથીયે ઇન્કાર કરી શકાય તેમ નથી. ૬ અજ્ઞાન બાળક હય, તે ઉમ્મરમાં આવતા મહાજ્ઞાની બનતે જોવાય છે. ત્યારે કેટલાક માણસે જીદંગી પત મહામુખ અને જડ જ રહે છે. અમે આવી એક બાઈને જોયેલી છે, કે-જેની જડતા અજબ છે. કેટલાક સારા સમજદાર પણ પાછળથી ગાંડા અને જડ બની જાય છે, સજ્જન ગણાતાંયે દુર્જન બની જાય છે, દુજન જણાતાં સજજન બની જાય છે. ૭ એમ શાન-શકિતને પણ જેમ એણે વધતે અંશે વિકાસ ને અણવિકાસ જોવામાં આવે છે તે પ્રમાણે બીજી ઘણુ લાગણીઓમાં પણ વિકાસ-અણવિકાસ જોવામાં આવે છે. સ્વાર્થવૃતિ અને પરોપકારવૃત્તિમાં પણ વધઘટ થાય છે. એક વખત અઠંગ સ્વાર્થી કે ભયંકર ગુંડો મહાપરોપકારી અને સંત બની જાય છે. એમ પ્રયને વિના-કુદરતી રીતે થતું ઘણી વખત જણાઈ આવે છે. કદાચ કેઈને નાનું કે મોટું ભલે નિમિત મળી ગયું પણ હેય. ૮ પરંતુ, જે આત્મા નામના પદાર્થમાં મૂળથી જ ગુણ કે દે ન હોય અને તેઓના વિકાસ કે હાસને સ્થાન જ ન હોય, તે એ જાતના દાખલા મળી શકે જ નહિં, કદી પણ એવા દાખલા સંભવે જ નહિં. ૯ એ દાખલા મળે છે, એ આત્માના ગુણોના હાસ અને વિકાસના સાદા છતાં સચોટ પૂરાવા છે. [ ૮ ] નાના: મોટા અને અન્તિમ મોક્ષ: ૧ આ વિકાસ નાના મેટા એમ વિવિધ પ્રકારના દરજ્જાના હોય છે. અને અન્તિમ વિકાસ રૂપે પણ હેય છે. એમ અનેક પ્રકારના વિકાસ હોય છે. ૨ વિકાસને અર્થ જ અણવિકાસમાંથી મુક્ત થવું વિકસિત થવું. માં મુક્ત થવું એટલે મુકિત પામવી. છુટા થવું મેક્ષ પામ-વગેરે શબ્દોના અર્થ સરખા જ છે, અથવા કોઈ કોઈ વિદ્વાનોએ એ જ પદાર્થને લક્ષ્યમાં રાખીને, તેના જુદાં જુદાં ગમે તે નામો ભલે આપ્યા હોય, તે નામ-ભેદથી ઘણીવાર પદાર્થ જુદો થતો નથી લેતા. ૩ અર્થાત–નાના મોટા અનેક ક્ષેનો અંતિમ સરવાળે તે સંપૂર્ણ મેક્ષા મુખ્ય મેક્ષઃ અત્યન્ત મોક્ષ કે મહામેક્ષ મોક્ષ તરીકે પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે–મેક્ષઃ શિવઃ નિર્વાણ મુક્તિઃ વગેરે શબ્દથી તેને વ્યવહાર થાય છે. ૪ પૂર્ણ ક્ષઃ એ આત્માની અંતિમ અને સંપૂર્ણ વિકસિત અવસ્થા છે. ઘણી બાબતોથી નાના: મેટાઃ મેક્ષે થાય છે, માટે તે સર્વના સરવાળારૂપ એ અંતિમ મેક્ષ પણ થાય છે, હેય છે સંભવિત છે જ. [૯] ધર્મો: ક્ષે: તથા અંતિમ મેક્ષ: ૧ કોઈ પણ એક આત્માને તે વિકાસ જ્યારથી યોગ્ય સ્વરૂપમાં શરૂ થાય છે, ત્યારથી તે ઉત્તરઉત્તર ઉંચા ઊંચા બીજા નવા નવા વિકાસના કારણ તરીકે બનતો જાય છે, ને નવા નવા વિકાસો થતા જાય છે. વધતા જાય છે. વિશાળ બનતા જાય છે. જેથી ચોપડીમાં પાસ થયેલે પાંચમી માટે લાયક બનવાથી આગળ આગળ તેને વિકાસ વધતું જાય છે. પહોળો થતું જાય છે, તેનું જ્ઞાન વિકાસ પામતું જાય છે, તેને આત્મા અજ્ઞાનમાંથી છુટો થતો જાય છે, મુક્ત થતો જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 223