________________
સુરતને જેને ઈતિહાસ. થો નહતું. તે સં. ૧૯૬૧-૬૨ માં ગાદીએ બેઠે. તેની પાતર સૂરજ હતી તે પણ મનાય તેમ નથી. ગોપીપુરું, પીતળાવ ને વાવનો સ્થાપક ગોપી તે ઓશવાલ શ્રાવક હતો નહિ તે ઉપર બતાવ્યું છે. સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૧૬૭૯ માં સેન (વિજયસેન) સૂરિએ કરેલ તેમ તેના લેખ પરથી જોઈને કવિ જણાવે છે તે તે સંવતમાં યા પ્રતિષ્ઠાપકના નામમાં ભૂલ લાગે છે કારણકે સેનસૂરિ સં, ૧૬૭૧ માં સ્વર્ગસ્થ થયા હતા. કાંતે સંવત ૧૬૪૮ હેઈ શકે કારણ કે તે વર્ષમાં કાવીના જિન મંદિરની વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા થઈ હતી. તે સૂર્યપુર મંડન પાર્શ્વના લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક તરીકે ગોપીસાનું–ગોપીદાસનું નામ હોય તે તે ગેપીદાસ ગોપી તળાવના કરાવનાર ગેપીનાથથી ભિન્ન હો ઘટે.
૯ ઉપરનું લખાઈ ગયા પછી સરજમંડન પાર્શ્વનાથનો લેખ ઝવેરી કેશરીચંદ પાસે મંગાવ્યો, તેની પાસેથી મળે તેને ઠીક ઠાક કરી અહીં આપું છું કે “સંવત ૧૬૭૮ વરસે કારતક વદ ૫ ને ગુરૂવાર પુનરવસુ નક્ષત્ર શ્રી સુરત બંદરે પાતસાહી સલીમ શાહી વિજયમાન રાજે......જ્ઞાતિય લઘુ શાખાયાં મખા ભાર્યા કેડમ સુત કુલશા ભાર્યા................................જિન શાસનપ્રભાવક સાહુ શ્રી નાથા ભાર્યા ગંગા સુત સાવ સુરજ સારુ માણિકછ પૌત્ર સાહીદાસ પ્રમુખ કુટુંબે...નવફણ પાર્શ્વનાથ બિંબં કારિત પ્રતિષ્ઠિત સુવિહીતા વંશ.........ભટ્ટારક શ્રી ૫ આણંદવિમલસરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી ૫ વિજયદાનસૂરિ પટ્ટ પ્રકાશક પાતશાહી શ્રી અકબર મહારાજ પ્રદત્ત ષણમાસિક જીવાભય સકલ દેશ જીજીઆર નિવારણ સંલબ્ધમાન શ્રી શત્રુ