________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
છે. મિથ્યા દષ્ટિને ત્રણ અજ્ઞાન અને બે દર્શન કહ્યા છે. અવધિદર્શન નથી કહેલ. વિભંગ જ્ઞાનવાલાને જ્યારે સમ્યવ ઉત્પન્ન થાય છે ત્યારે વિભંગ મટી અવધિજ્ઞાન થાય છે, એમ ઉલ્લેખ છે. વિભંગવાલાને અવધિ થતો હોય ત્યારે મિશ્ર ભાવ હોય પણ પૂર્ણ અવધિ દર્શન કઈ અપેક્ષાથી કહેલ છે તે સમજાતું નથી. વિર્ભાગજ્ઞાની મિથ્યાત્વ ગુણઠાણે હેય છે એટલે (દર્શન) સમક્તિ હોય નહિ. (કડેમાણેકડે) એ અપેક્ષાએ કહેલ હોય તે સંભવે. કારણ કે વિભંગ મટીને અવધિ થવાનું જ છે, એટલે અવધિદર્શની કહેવાય. પણ વિલંગ જ્ઞાનમાં જ અવધિ દર્શન સંભવી શકે કેમ? તે કેવલી ભગવાન જાણે. . ' સાધુઓ આઠ પ્રકારનાં વચન પરિસહ સહન કરે. ૧. હીલણ–જેની કરણી ઉઘાડે. જે પહેલાં વૈતરું કરતા, રાંધણીઆ હતા. અને હમણું સાધુ થઈ બેઠા છે, એમ કહે. ૨. ખીસણું– બીજા લોક સાથે પૂર્વના અવગુણુ કહે. ૩. નંદના–મનથી અવગણના કરે, મુખ વાંકે કરે. ૪. મુખ ઉપરે અછતા અવગુણ કહે. ૫. તાડણ- ચપેટા આપે. ૬. તર્જના- રે પાપીણ વગેરે કઠોર વચન કહે. ૭. પરાભવ– વસ્ત્રપાત્રાદિક લઈને ભાગે ફેડે, વસતી બહાર કાઢે. ૮. એષણભય ઉપજાવે, “તને આ રીતે દુઃખ આપીશ.” એ આઠ પરિસહ સહન કરે.
શ્રી ગૌતમસ્વામીએ ઉપવાસ બાબત જે પ્રશ્ન કર્યા છે૧–ભગવન ! ૧૦૦-૨૦૦ કે હજાર વર્ષ સુધી નારકી જે દુખ સહન કરે છે તેટલા દુઃખે (પાપ) સાધુના એક ઉપવાસથી કપાય, ૨–હજાર–એહજાર કે લાખ વરસ સુધી નારકી જે દુખો (પાપ)
For Private and Personal Use Only