________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨પ
પરિચાય, આગમ પરિસંય વિણાય. પદ્દા માલૂણું રાગ દેસે, વવહાર પડ્ડવે ઈસતસ; વવહાર કરણકુસલ જિણવયણ વિસારદે . ધીરે. પછી અર્થ – જે પ્રાયશ્ચિત દેવામાં પ્રવિણ હોય, અને જે જિનાગમને જ્ઞાતા હોય, મહાધીરજવાન હોય, બુદ્ધિવાન હેય, એડવા પ્રાયશ્ચિત આપનાર આચાર્ય તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ક્રિયા, પરિણામ, ઉત્સાહ, સંહનન, પર્યાય તે દિક્ષાકાલ, આગમ તે શાસ્ત્ર-જ્ઞાન અને પુરુષ તેના સ્વરૂપને સારી પેઠે જાણીને રાગદ્વેષ છેડી પ્રાયશ્ચિત લેનાર મુનિ (શ્રાવક) ને પ્રાયશ્ચિતમાં સ્થાપના કરે. ભાવાર્થ –જેમાં એવી પ્રવિણતા હોય, જે એને પ્રાયશ્ચિત દેવાથી તેના પરિણામ ઉત્તલ હશે, અથવા દેષોને અભાવ થશે, વતેમાં દૃઢતા થશે, એ જાણું શકે તે પ્રાયશ્ચિત આપે. જેને આગમાનું જ્ઞાન ન હોય તેને પ્રાયશ્ચિત આપવું નહિ સંભવે. જે સૂત્રના રહસ્યને જાણ હય, જેને આહારાદિકમાં ગ્યા
ગ્યનું જ્ઞાન હોય, તે દ્રવ્યના સ્વભાવને જાણું પ્રાયશ્ચિત આપે. તથા આ ક્ષેત્રમાં આ પ્રાયશ્ચિતનું નિર્વાહ થશે કે કેમ? તે જાણુને પ્રાયચ્છિત આપે. વલી આ ક્ષેત્રમાં પાણી છેડો છે કે ઘણે? અને વાતપિત્ત ને કફનો વધારે થશે કે ઓછો થશે ? અથવા સમાન રહેશે ? તે જાણે. વળી તે ક્ષેત્રમાં શીત ઉષ્ણતા અધિક થશે કે હિન તે જાણે. આ ક્ષેત્રમાં ધર્મને કે મિથ્યા દષ્ટિને વધારે કે ઘટાડો થશે તે જાણે. શીત ઉષ્ણુતા વર્ષા વગેરે ઋતુઓને ફેરફાર જાણે. જેથી નિર્વાહ હાય, વ્રત શુદ્ધ થાય. પ્રાયશ્ચિત કિયામાં પરિણામ કેવું છે તે જાણે. તપસ્યામાં તિવ્ર ઉત્સાહ છે કે મંદ છે તેને જ્ઞાતા હોય. સંહનન એટલે શરીરનું બલ તેને નિર્ણય કરે. તપમ વૃદ્ધિ થાય તેમ કરે. સહનશીલતા વા કાયરતા જાણે. બાલક,
For Private and Personal Use Only