________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંઠને ભેદવી પડે છે. ત્યાર બાદ અનિવૃત્તિકરણ વડે સમક્તિને પ્રાપ્ત કરે છે. અને આનંદ મેળવે છે. જગતમાં રહેલા છે એક વાર સમક્તિ મેળવી લે છે, તેનું સંસારભ્રમણ અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી વધારે રહેતું નથી. અને તે કાળની મર્યાદાની અંદર પણ મેક્ષ મેળવી શકે છે. સંસારમાં રહેલા જાને સુખની જ ઈચ્છા રહે છે. તો તે અવ્યાબાધ સુખ મેળવવા પુણ્યાનુબંધી પુણ્યની જરૂર હોય છે.
સમઠિત એટલે જિનેશ્વરે કહેલ તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે બરાબર છે પણ જિનેશ્વરનાં કહેલા તત્ત્વ સાંભળવાની, વાંચવાની અને જાણવાની રૂચિ કરાય તેમ જ શ્રદ્ધા કરાય ત્યારે જ શ્રદ્ધાની પુષ્ટિ થાય.
- નીચેની વિગત આગળ છૂટી છૂટી આવી ગઈ છે પણ વિશેષ સમજવા માટે ઉપયોગી થશે એટલે આપેલ છે.
એક સમયે આપણને અધ્યવસાય અને કેગના સ્થાનકનું જે બળ ઉત્પન્ન થયું, એટલે કે કરણ ઉત્પનન થયું તે જ કરણ તે જ વખતે કેટલાક કર્મને બાંધે, પૂર્વે બાંધેલાને સંક્રમણ કરે ત્યારે તેનું જ નામ સંક્રમણકરણ કહેવાય. કેટલાક કર્મનું ઉદ્વર્તન અને અપવર્તન થાય. જેથી તેનું નામ ઉદ્વર્તનકરણ, અપવર્તન કરણ. વલી તે જ કરણને લીધે કેટલાકની ઉદિરણ અને કેટલાકનો ઉપશમ થાય. કેટલાક નિકાચિત બંધાય અને કેટલાક નિદ્ધત રીતે બંધાય ત્યારે તે જ કરણનું નામ ઉપશમના, ઉદિરણા નિદ્ધત, નિકાચિત કરણ એ નામ કહેવાય, અર્થાત્ એક સમયનું કરણ. તે સમયે જેટલા કર્મ બંધાય તેનું બંધનકરણ ગણાય. જેટલા સંકમાવે તેટલાનું સંક્રમણ કરણ. આ ઉપરથી એટલું સમજવું જોઈએ કે દરેક ક્ષણે અધ્યવસાય ને
For Private and Personal Use Only