________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જીવને પ્રાયે પિતાના પરિણામ દ્વારા કર્મને બંધ થાય છે. પરિણામદ્વારા સંચિત થતું કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોઈ શકે છે. અને જઘન્યસ્થિતિવાળું પણ હોઈ શકે છે. તીવ્ર કે મંદ જેવાં પરિણામ કરે તે મુજબ ઉત્કૃષ્ટ કે જઘન્ય કર્મજીવ બાંધે છે. મેહનીય કર્મ સીતેર કોડા કોડી સાગરોપમની સ્થિતિવાળું પણ બંધાઈ શકે, અને અંતમુહુર્તમાત્રની સ્થિતિવાળું પણ બંધાઈ શકે. આ બધાને સમજીને એમ કરવું જોઈએ કે અશુભ પરિણામ પ્રગટે નહિ એની કાળજી રાખવી અને જો અશુભ પરિણામ થાય તો પણ તીવ્ર બને નહિ એની સંભાળ રાખવી. અને શુભ પરિણામ બન્યા રહે તેની ચીવટ રાખવી. શુભ પરિણામને ખુબ ખુબ તીવ્ર બનાવવાને પ્રયત્ન કર્યા કરે. આત્મા જેમ જેમ ગુણ સંપન્ન બનતો જાય છે તેમ તેમ તેને કર્મને બંધ શુભ રૂપમાં થવાનું વધતું જાય છે.
પિતાની કર્મ સ્થિતિ–આયુકર્મ સિવાય બાકીના સાતે કર્મોની સ્થિતિ ઘટી ઘટીને એક કોડા ક્રોડી સાગરેપમમાંથી પણ એક પલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલી ઘટી જવા પામે ત્યારે જીવગ્રંથિદેશને મેળવી શકે છે.સમ્યગ્દર્શન ગુણને પામવાને માટે રાગદ્વેષના પરિણામરૂપ ગાંઠને ભેદવી જ જોઈએ. ગ્રંથિદેશે આવવાજોગ કર્મસ્થિતિ ઘટે છે તે સમજપૂર્વક ઘટાડે છે એમ નહિ પણ સ્વભાવિક ઘટે છે. જીવને ગ્રંથિદેશ સુધી પહોંચાડનારી જે કર્મસ્થિતિની લઘુતાયથાપ્રવૃત્તિકરણ દ્વારાએ કર્મ સ્થિતિ ખાતે ખપત થઈ જવા પામે છે. ગ્રંથિદેશ સુધી અભવ્ય જીવ અને દુર્ભવ્ય છે પણ પાંચી શકે છે. ભવ્યજીવ પણ રાગ દ્વેષની ગ્રંથિને ભેદવાને પુરૂષાર્થ કર્મસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકતા નથી. પરમ ઉપકારી મહાપુરૂષો તે ત્યાં સુધી ફરમાવે છે કે-જ્યાં સુધી ગ્રંથિદેશે આવવા જોગીકર્મ
For Private and Personal Use Only