________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
જેમજેમ ઈદ્રિય, પ્રાણ ને પર્યાપ્તિ વધે તેમ તેમ અધિકરણ પણ વધે, તિહાં જે હિંસાદિક કારણોની વૃદ્ધિ થાયતો પાછો પડી એકેંદ્રિયાદિકમાં જાય. અને જે છેદનભેદનરૂપ અકામમિર્જરા થાયતે તેને
ગે ઉંચા પણ આવે. ઈહાં વિલેંદ્રિયમાં જાય. એ રીતે અનંતા ફેરા થાય તિહાં એકેકા ફેરામાં પ્રાયઃ અનંતકાળ પણ વહી જાય. એમ કરતાં અકામનિજરના વેગે પ્રાયે પચેંદ્રિયતિર્ય થાય. તિર્યચપંચંદ્રિયના બે ભેદ છે. એક ગર્ભજ ને બીજા સમુર્ણિમ. તેમાં સમુચ્છિમને મન ન હોય. તો પણ તેમાં શરીર, પ્રાણ, પર્યાપ્તિ, આયુષપ્રમુખ અધિકરણની વૃદ્ધિ થાય. તેથી જે હિંસાદિકની બહુલતા થઈ તે પહેલી નકે જવું પડે. અથવા પાછો પડે તે એકેંદ્રિયાદિકમાં પણ જાય. જે નરકે જાયતે ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી ક્ષેત્રવેદના પરમાધામીકૃત તીવ્ર દુઃખ તથા પરસ્પરનું તીવ્ર દુઃખ અનુભવે. અને જે એકેંદ્રિયમાં ગયે તો ફરી છેદનાદિક અનેક દુઃખ સહન કરે, ફરી અનંતકાળ ભમે. કદાચ જે સમુશ્ચિમ પંચૅન્દ્રિયમાં છેદનભેદન શીત તાપ વગેરે મહાદુઃખ સહન કરવાથી અકામનિર્જરાને વેગે ગર્ભજ મનુષ્ય થાય. ગર્ભજ તિર્યચપચંદ્રિય થાય. તે વારે પ્રબળ અધિકરણી થયે. તિહાં પાંચે આશ્રવ પ્રબળ પણે સેવે, તિહાં પ્રાણ તથા પર્યાપ્તિ પૂર્ણ હાય, તેને લીધે ત્રિકાળ વેદન સ્વકીય પરકિયના વિકલ્પ જાળવવા પડે. તેથી ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિને ધણી થાચ. આર્ત રૌદ્ર ધ્યાનની પ્રબળતા થાય, તે દુધ્ધનના યોગે કર્મ સ્થિતિ દીર્ઘ કરે. ઈહાં કેઈક જીવ પ્રબળ હિંસાદિક કારણને વેગે સાતે નરકમાં જાય. અથવા મૂર્છાદિક અધિકરણ યોગે પાછે એકેદ્રિયમાં પણ જાય, તિહાં અનંતકાળ ફરે. અથવા ક્યારેક છેદન ભેદન તાડનતર્જન
For Private and Personal Use Only