________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રડાકેાડીની તે સિવાયની મધ્યમ સ્થિતિ કહેવાય છે. જુદા જુદા કર્મોની ઉત્કૃષ્ટભેદે જુદી જુદી હોય છે. તેમ તે સ્થિતિ મુજબ તેનો અબાધાકાળ પણ જુદો જુદો હિોય છે. માટે કહ્યું છે કે અતિ ઉગ્ર પુણ્ય પાપનાં ફલ અહીં પણ દેખાય છે. કર્મોનું અને આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ.
આત્મા એ અસંખ્ય પ્રદેશને સમૂહ છે. આત્મ પ્રદેશે આખા શરીરમાં ફેલાઈને રહેલા છે. સોયની અણી જેટલાં ભાગમાં પણ આત્મપ્રદેશે અસંખ્ય સમજવા. દીવાને પ્રકાશ ચારે તરફ ફેલાય છે. ડબામાં રાખે તો ડબા જેટલામાં પ્રકાશ અને પેટમાં રાખે તે પેટીમાં પ્રકાશ સમાય છે. ઘરમાં મૂકે તે આખા ઘરમાં પ્રકાશ ફેલાય છે. તેથી પ્રકાશ વધતું નથી પણ આત્મપ્રદેશ સંકેચ વિકાસ થયા કરે છે. શરીર નાનું હતું ત્યારે તે સંકેચાઈને રહ્યા હતા અને જેમ જેમ શરીર વધતું ગયું, મેટું થતું ગયું, લાંબુ–પહેળું થતું ગયું તેમ તેમ આત્મપ્રદેશ વિસ્તાર પામીને રહે છે. આત્મા એક અખંડ પદાર્થ છે. તેના મધ્ય ભાગમાં આઠરૂચક પ્રદેશ છે તે સ્થિર હોય છે તે સિવાયના બીજા બધાએ આત્મ પ્રદેશ ઉકળતા પાણીની પેઠે (ખદબદ) આંદલિત થાય છે. આ રીતે આપણા શરીરમાં રહેલે આત્મા હંમેશાં આંદોલિત હોય છે. સૂતા હેઈએ કે ગમે તે સ્થિતિમાં હોઈએ તે પણ તે આંદલિત થયા કરે છે. આત્મપ્રદેશે સાંકળના અંકેડાની જેમ એકબીજા સાથે લાગેલા છે, તે કદી છૂટા પડતા નથી. એક સ્થળે આંદેલન થાય ત્યારે આખા શરીરે તેની અસર જણાય છે. કંઈ
For Private and Personal Use Only