________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ વખત રસબંધ નથી થતો કારણ કે આવા પ્રકારનું અધ્યવસાય સ્થાનક ન હોય તો રસબંધ ન થાય, માત્ર ત્રણ પ્રકારનાં જ બંધ થાય ત્યારે તેનું નામ પ્રદેશબંધ કહેવાય છે, જ્યાં સુધી ક્રિયા ત્યાં સુધી પ્રદેશબંધ, જેવી ક્રિયા તેવો પ્રકૃતિબંધ. જે કષાય તેવો સ્થિતિબંધ, અને જેવી લેશ્યા તે રસબંધ, રાગદ્વેષની તીવ્રતા હોય તો શુભ કર્મને મંદ રસ અને અશુભ કર્મને તીવ્રરસ બંધાય, અને રાગદ્વેષની મંદતા હોય તે શુભ કર્મને તીવ્રરસ (૪ઠાણુઓ વિગેરે) બંધાય, અને અશુભ કર્મને મંદરસ (બે ઠાણીઓ વગેરે) બંધાય. કર્મના ઉદય વખતે આ રસ તીવ્રપણે કે મંદપણે ભગવાય છે. દરેક કર્મને સ્વભાવ તેની સ્થિતિ, તેને રસ, અને તેના પ્રદેશ. એમ ચાર પ્રકારે કર્મબંધ થાય છે
એક લાડુંનું દૃષ્ટાંત આ સંબંધમાં ઉપયોગી થઈ પડે છે. જેમકે લાડુમાં લેટ અને ઘી ગાળ આદિ રસની જરૂર પડે છે તેમ તેમાં સૂંઠ વિગેરે પદાર્થ નાંખવાથી વાયુહરણ કે પિત્તહરણ આદિ ગુણ કે સ્વભાવ પણ હોય છે કે આ લાડુ મહીને કે ૧૫ દિવસ પહોંચી શકે. ત્યાર પછી બગડી જાય કે નાશ પામે. તેમ કર્મબંધનમાં કર્મને સ્વભાવ જ્ઞાનગુણુને દબાવવાનું હોય છે.
જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને રેકે છે, દર્શનાવરણયકર્મ દર્શનને રોકે છે. મેહનત્યકર્મ આત્માને મૂંઝાવે છે. એટલે આત્માના વિતરાગ રૂપ સાચા સ્વભાવને દબાવે છે. વેદનીયકર્મ વેદના આપે છે, તેમજ આત્માના સાચાસુખને દબાવે છે. આયુષ્ય કર્મથી દરેક ભવમાં અમુક વર્ષ સુધી જીવનની મર્યાદા બંધાય છે. આયુષ્ય કર્મનો બંધ તો જીવનમાં એક જ વાર હોય છે. નામ કર્મથી શરીર તથા તેની આકૃતિ, તેના રંગ વગેરે બને છે. ગોત્રકર્મ
For Private and Personal Use Only