________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યવસાયના બળથી અવશ્ય ફેરફાર કરી શકાય છે. અને નિધત્ત બંધવાલા કર્મમાં પણ અધ્યવસાયના બળથી સ્થિતિ અને રસની ન્યૂનાધિતા ઉપજાવી શકાય છે. જેના વડે કાશ્મણ વર્ગણાનું આમ પ્રદેશો સાથે જોડાણ થાય તે બંધન કરણ કહેવાયું. પ્રથમ ગાંઠ ઢીલી બાંધી હેય પછી તેને ખેંચવામાં આવે તો મજબૂત બને છે. તે જ રીતે પ્રથમ નિરસ ભાવે બાંધતા કર્મ ઢીલા બંધાયા હોય પણ પછી તેની પ્રશંસા કરવામાં આવે, બડાઈ હાંકવામાં આવે તે એ કર્મ મજબૂત થાય અને નિધત્ત અવસ્થાને પામે. આ રીતે બદ્ધ કે પૃષ્ટ કર્મને મજબૂત કરનારૂં જે કરણ તે નિધત્ત કરણ કહેવાય છે. જે કર્મ નિધત્ત અવસ્થાને પામ્યું, તેની સ્થિતિ અને રસ અધ્યવસાયે દ્વારા ઘટાડી શકાય પણ તેની ઉદીરણ કે સંક્રમણ થઈ શકે નહિં. આ પરથી સમજવાનું કે કેઈપણ અશુભ કર્મ બાંધ્યા પછી તેની પ્રશંસા કરવી નહિ કે તે અંગે કઈ પ્રકારની બડાશ મારવી નહિ, “જોયું મેં પિલાને કે આબાદ છેતર્યો. મેં તેને પુરેપુરે બનાવ્યું છે. એ મને બરાબર યાદ કરશે. આપણું આગલ કેઈની હોશીયારી ચાલે નહિં. બધાને ઠીક કરી દઈએ ! એ તો એ જ લાગને છે ! એને માયે જ છૂટકે.” વગેરે વચનામાં પાપની પ્રશંસા અને પિતાની બડાઈ છે. માટે એવા વચને કદી ઉચ્ચારવા નહિ. જે પાપ થઈ ગયું હોય તો તેને માટે પશ્ચાતાપ કરે. દિલગીર થવું પણ તેની પુષ્ટિ તે ન જ કરવી. એ કર્મ બાંધ્યા પછી અત્યંત ઉલ્લાસ આવે, રાજી રાજી થાય, તેની વારંવાર પુષ્ટિ કરે છે એ કર્મ નિકાચિત બની જાય.
નિધત્ત બંધ કરતા પણ વધારે દઢતાથી કર્મ બંધ થાય. જેમાં ભવિષ્યમાં કશો ફેરફાર જ ન થાય. જેનું જેવું તેનું તેવું
For Private and Personal Use Only