________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળ ભેગવવું જ પડે. તેનું નામ નિકાચિત્ત બંધ. જે વેગ અને અધ્યવસાયનાં બલથી નિકાચિત કર્મ તે ચેગ અને અધ્યવસાયને નિકાચના કરણ કહેવાય છે. નિકાચિત બંધાયેલા કર્મોના બંધ પર ભવિષ્યમાં કઈપણ કરણની અસર થતી નથી.
બંધ સમયે રસ બંધ વિગેરેના જે નિયમો નક્કી થયા હેય તે જ નિયમ પ્રમાણે બરાબર અવશ્ય ફળ ભેગવવું જ પડે છે. ખરી રીતે બદ્ધ, પૃષ્ટ કે નિધત્ત કર્મને નિકાચિત કરનારૂં જે કરણ તે નિકાચના કરણ કહેવાય. બંધનકરણ, નિધત્તકરણ અને નિકાચના. કરણ એ ત્રણ કરણે કર્મ બંધ થતી વખતે જ હોય છે. આત્મા પુરુષાર્થ કરે અને શુભ અધ્યવસાયનું બળ વધારે તે પૂર્વ બદ્ધ કર્મના કિલ્લામાં મેટા ગાબડા પાડી શકે છે. તેથી મનુષ્ય વ્રત, નિયમ, જપ, તપ, ધ્યાનના માર્ગે આગલ વધવાનું છે. ચોથું સંક્રમણ કરણ–જેના વડે કર્મ પ્રકૃતિમાં પરિવર્તન થઈ જાય તેને સંક્રમણ કરણ કહેવાય. સંક્રમણ સજાતીય પ્રકૃતિમાં થાય છે પણ વિજાતીય પ્રવૃતિઓમાં થતું નથી. સજાતીય પ્રકૃતિ એટલે કર્મની મૂળ આઠ પ્રકૃતિએ છે. અને ઉત્તર પ્રકૃતિએ ૧૫૮ છે. તેમાં એક જ કર્મની ઉત્તર પ્રવૃતિઓ સજાતીય પ્રકૃતિ કહેવાય. બીજા કર્મની પ્રકૃતિએ તે વિજાતીય કહેવાય છે. એટલે કે અશાતા વેદનીય કર્મ શાતા વેદનીયમાં ભળી જાય પણ મેહનીય કે અંતરાય વિગેરે ન બને. ૧૫૮ કર્મપ્રકૃતિની સામાન્ય સમજુતી -
૪૨-પુન્યની, ૮૨–પાપની=૧૨૪. ૪ વરણાદિ બે વખત આવ્યા તે બાદ કરતાં = ૧૨૦ કુલ કર્મ પ્રકૃતિ બંધાય. ૨ આમાં મિથ્યાત્વ મેહની ને સમતિ મોહિની ગણતા-૧૨૨. પ્રકૃતિ ઉદ
For Private and Personal Use Only