________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખુશી હોય ત્યાં તે ખેદના સમાચાર આવે. બધા પાશા અવળા પડે. નિધતરૂપે બાંધેલા પાપકર્મના ઉદયે બધું અવળું જ થાય. જે ધર્મકિયા રસપૂર્વક કરી હોય તે પુણ્યબંધ પણ નિધતરૂપે થાય. એના ઉદયકાળે મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમકુળ, પાચે ઇન્દ્રિય, સંપૂર્ણ નિરોગી શરીર, ઈષ્ટ વસ્તુને સંગ, ચારે તરફથી આબાદી અને ધર્મના સાધને પુણ્યના ઉદયે મળે આનંદ આનંદ થાય છે.
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પ્રથમપૃષ્ટ બંધ થયું હોય પણ પાછળથી તે કર્મબંદ્ધ નિદ્રત કે નિકાચિત રૂપે પણ થઈ જાય છે. કારણ તે કિયા પછી ખૂબ પ્રશંસા કરી હાય, ખૂબ રાજી થયા હોય તો એવું બને છે. જેમકે પહેલાં પાપ નિરસભાવે કર્યું જેથી તે કર્મબદ્ધ પૃષ્ટ રૂપે થયે હોય અને પાછળથી તે કિયાથી આત્મા રાજી થયો. તે પાપની પ્રશંસા કરવા લાગે. એમ હોય તો પૂર્વે બાંધેલ પૃષ્ટકર્મ બદ્ધરૂપ બને છે. એવી જ રીતે બદ્ધરૂપે કર્મબંધ થયો હોય પણ પછી ખૂબ રાજી થાય. બહાદુરીની વાત કરે પોતાની મેળે જ પિતાને શાબાશી આપતો રહે બદ્ધરૂપે બાંધેલા પાપકર્મની ઘણું જ પ્રશંસા કરે, ઘણો જ રાજી થાય, ખૂબ બડાઈ મારે, ઠેકઠેકાણે કહેતે ફરે, આનંદને અનમેદનાને પાર ન હોય તો તે જેમ પૂર્વે શિથિલ બંધને બાંધેલું પાપકર્મ મજબૂત બને છે, તેમ પૂર્વે મજબૂત બાંધેલ પાપકર્મ પણ ધર્માચરણથી અને સંવરભાવથી ઢીલું બને છે.
ચોથે નિકાચિત બંધ-તે સમયનાં જથાને તપાવી તપાવીને, કુટી કુટીને ગઠ્ઠો કર્યો હોય તો તે કઈ રીતે સે છૂટી પડતી નથી. તેમાં નિકાચિત કર્મબંધ પણ એ હોય છે. એ કર્મજીવને જ ભેગવવું પડે. ભગવ્યે જ છૂટે, ભગવ્યા વિના ન છૂટે, એ
For Private and Personal Use Only