________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિરણ અણુઓનું અંધકાર આણુઓમાં પરિવર્તન થઈ જાય છે. એટલે પ્રસરીત કિરણ અણુઓ નષ્ટ થતાં નથી પણ પ્રકાશ સ્વરૂપ પુદ્ગલ પર્યાયમાંથી પલ્ટો પામી અંધકાર સ્વરૂપ પુદ્ગલ પર્યાયને પામતા હેવાથી પદાર્થના રૂપને જોવામાં પ્રાણીઓને સહાયક બની શકતા નથી.
પ્રકાશ, શબ્દ અને અંધકારની માફક છાયા પ્રતિબિંબને પણું જૈન દર્શનમાં પુગલ પર્યાય રૂપે બતાવેલ છે. પ્રકાશનું જે આવરણ તેને છાયા–ચા પ્રતિબિંબ કહેવાય છે. આ છાયા તે શીતસ્પશી હોવાથી પુગલના પરિણામ રૂપ સાબિત થાય છે.
છાયાનાં સ્વરૂપને અતિ વિસ્તૃત પણે સમજાવતાં જૈન દર્શન કહે છે કે સર્વ પ્રકારની ઇન્દ્રિયગમ્ય સ્થૂલ વસ્તુ તે ચય અને
અપચય સ્વભાવવાળી અને કિરણવાળી છે. કિરણે એજ છાયાપુલે કહેવાય છે. અને તેને પ્રત્યક્ષ સિદ્ધ છાયા પુદ્ગલ તરીકે વ્યહાર થાય છે.
દીપક–અગ્નિ આદિ પ્રકાશક પદાર્થોને કિરણ–પ્રવાહ પણ પુદ્ગલિક છે. (પણ જીવ નથી) કારણ પ્રકાશ સ્વરૂપ પુગલ પર્યાયમાં પલ્ટો થાય છે પણ જીવ હોય તો સ્વ સ્વરૂપે જ રહે છે પુદ્ગલ રૂપે ન થાય. દીપક–અગ્નિ આદિમાં રહેલાં અગ્નિકાય છે તે તેમાં જ હોય છે પણ પ્રકાશ જે બહાર ફેલાય છે–દેખાય છે તે પુગલો છે. આભાસ છે- તે સચેતન નથી હોતો. સચેતન હોય તે તેને સ્વભાવ ઉષ્ણ હોય. તે બાળી નાખે પણ પ્રકાશ આભાસ બાળતો નથી. અને ગરમ પણ નથી. દીપક–બટ્ટીના પાસે અથવા નજદીક ઉપર-નીચે જે ઉષ્ણુતા અનુભવાય છે તે ઉષ્ણ યુગના કારણથી. જેમ સૂર્યના કિરણો નીચે આગીયા કાચ રાખવાથી નીચેની વસ્તુઓ સળગી ઉઠે છે પણ તે સચેત નથી, ઉષ્ણુ પુદ્ગલે છે.
For Private and Personal Use Only