________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા નરક ફીટીને બીજી ત્રણ ગતિનું ન થાય. જે ગતિ હોય તેને ફેરફાર થાય.
દેવ, નારકી, યુગલિકે, સલાકા પુરૂષ, આયુવાલાઓનો જે નિકાચિત આયુબંધથયેહોય તેને ફેરફાર થતો નથી. યુગલિકનું દેવતાએ સંઘયણ વગેરે અપવર્તન કર્યું. તે તે અચ્છેરામાં ગણાયું. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ દલિકે ભેગા કર્યા હતા પણ બંધ નહોતો પડ્યો એટલે મેક્ષે ગયા. અશુભ કર્મ પુદ્ગલે શુભ થાય, શુભના અશુભ થાય. એમ અપવર્તન થાય પણ નિકાચિત આયુ બંધાયેલ હોય તે અવશ્ય ભેગવવું જ પડે છે. જે જે કર્મોને નિકાચિત બંધ હોય તેમાં ફેરફાર થતો નથી. જે ફેરફાર થતું હોય તે અનંત શક્તિશાળી ચરમ તિર્થંકર શ્રી મહાવીરદેવ તેમ કરી શક્ત પણ તેમ થયું નથી. શ્રી પન્નવણા સૂત્રમાં આયુષ્યના દલીને સાત વખત અપવર્તન કરીને ગોઠવે છે તે જ્યાં સુધી ગોઠવાયા ન હોય ત્યાં સુધી ફેરફાર થવા સંભવ એમ અનુમાન થાય છે. પણ તે ગોઠવાયા પછી ઓછા વધારે થતા નથી ત્યારે આયુનું બંધ પડે છે તે નિકાચિત હોય છે તેમાં વધારે ઘટાળો થઈ શકે નહિ. એ ગોઠવણ તુરત થતી નથી પણ વખત લાગે છે. તિવ્રતર પરિણામ હોય તે તુરત પણ થાય છે. નહિં તે ક્રમ પ્રમાણે થાય છે. આ ઉપરની વિગત નિકાચિત બંધના માટે છે, પણ બંધ ન પડયું હોય તે ઉપકરણ લાગે છે. સ્થિતિ બંધ હોય તે તેમાં તે જ ગતિને ફેરફાર થવા સંભવ. તેમ શુદ્ધતર પરિણામ થવાથી આત્મ પ્રદેશે સત્તામાં પડેલા કર્મ પુદ્ગલેને ઉદીરણ કરી ઉદયમાં લાવી ભેગવી ખપાવી નાખે. એટલે ભગવતી સૂત્રની
For Private and Personal Use Only