________________
૨૨
જે કોઈ ધર્મવરુદ્ધ મનના વિચારો કર્યા હોય,
જે કોઈ ધર્મવરુદ્ધ વચન બોલ્યા હોઈએ,
-
– જે કોઈ ધર્મવરુદ્ઘ શરીરની પ્રવૃત્તિ કરી હોય...તે મિથ્યા થાઓ..........તે મિથ્યા થાઓ......હું મિચ્છામિ દુક્કડં આપું છું. ફરીથી મારા જીવનમાં ધર્મવરુદ્ધ મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થાઓ - એવી હું ભાવના રાખું છું. "યંતિ દિનચર્યા" નામના ગ્રંથમાં આ વાત કહેવામાં આવી છે ઃ
जो मे धम्मविरुद्धो जाओ मण वयण - कायवावारो । मिच्छामि दुक्कडं तस्स पुणरवि मा हुा पावमई ॥ ચાર શરણનો સ્વીકાર કરવો.
अरिहंते सरणं पवज्जामि,
सिद्धे सरणं पवज्जामि,
साहू सरणं पवज्जामि,
શ્રાવકજીવન
केवलीपन्नत्तं धम्मं सरणं पवज्जामि ।
હું અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારું છું. હું સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. હું સાધુપુરુષોનું શરણ સ્વીકારું છું. હું સર્વજ્ઞ-પ્રણિત ધર્મનું શરણ સ્વીકારું છું. "આપણે આ ચાર પરમ તત્ત્વોનું શરણ સ્વીકારીએ તો તે ચારે તત્ત્વો આપણી રક્ષા કરે છે; આપણને સહાય કરે છે.”
ચાર શરણ સ્વીકાર્યા પછી આપણે સર્વત્ર શુભ.....પ્રશસ્ત....અને સુંદરની કલ્પના કરવાની.
સર્વત્ર પ્રસન્નતા છે !
‘સર્વ શુકનો પ્રશસ્ત છે. સૌ સ્વજનો, સર્વ ગ્રહો અને સર્વ નક્ષત્રો મારા ઉપર પ્રસન્ન છે. ત્રણ ભુવનોના હિતકારી જિનેશ્વર ભગવંત મારા હૃદયમાં છે.’
કેટલી સરસ વાત કરી છે ? સૂતી સમયે અશુભની, અમંગળની અને ઉદ્વેગની કલ્પનાઓ ન કરવી. શુભની, મંગળની અને પ્રસન્નતાની કલ્પના-ભાવનાઓ ક૨વી.
"મારા તમામ સ્વજનો મારા ઉપર પ્રસન્ન છે,” આ ભાવનાથી તમે તમારા પરિવારમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ નિર્માણ કરી શકશો. ભલે વ્યવહારમાં તેઓ તમારાથી સંતુષ્ટ ન પણ હોય, તમારા પ્રત્યે નારાજ હોય છતાં પણ વિચારતા રહો કે “મારાં સર્વ સ્વજનો મારા પ્રત્યે પ્રસન્ન છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org