________________
૧૩૫
ભાગ - ૨
દાતાઓની પ્રશંસા કરશો. દાતાઓ સાથે ઉચિત વ્યવહાર કરશો. – તમે શીલધર્મનું પાલન ન કરી શકતા હો, તો પણ શીલધર્મ પ્રત્યે તમારી આંતરિક પ્રીતિ હશે તો તમે શીલવાનોની વારંવાર પ્રશંસા કરતા રહેશો.
અવસરોચિત ભોજન વગેરે દ્વારા તેમનો સત્કાર-સન્માન કરતા રહેશો. – તમે તપધર્મનું પાલન ન કરી શકતા હો, પરંતુ તપધર્મ પ્રત્યે તમારા મનમાં પ્રેમ હશે તો તપ કરનારાઓની મુક્ત કંઠે પ્રશંસા કરતા રહેશો અને તપસ્વીઓની ઉચિત સેવાભક્તિ કરતા રહેશો.
હવે તમારે વિચારવાનું કે તમારા પોતાના માટે તમે શું કરી રહ્યા છો ! ચિંતન કિરવું, આત્મસાક્ષીથી ચિંતન કરવું. શ્રવણ પછી ચિંતન કરવું જ જોઈએ. રાજા પ્રદેશની કરુણાન્તિકા આજે બતાવતો નથી.
આજે, બસ આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org