________________
૨૫૮
શ્રાવકજીવન दुःखितेषु दयात्यंतं अद्वेषो गुणवत्सु च । औचित्यपालनं चैव सर्वत्रैवाविशेषतः ।।
યોગદ્ગષ્ટિ સમુચ્ચય દુઃખી જીવો પ્રત્યે અત્યંત દયા–અનુકંપા છે. દુઃખી જીવો અનુકંપાને પાત્ર જ હોય છે - દયાને જ પાત્ર હોય છે. દુખી જીવો પાસેથી આપણે બીજી અપેક્ષાઓ જન રાખવી જોઈએ. કોઈ દુઃખી માણસ સાચા માર્ગે ચાલે છે, તો કોઈ દુઃખી માણસ ખોટા માર્ગે ચાલે છે. દુઃખ એવું તત્ત્વ છે કે તે મનુષ્યને, સામાન્ય કોટિના મનુષ્યને સન્માર્ગ ઉપર ચાલવા દેતું નથી. પથભ્રષ્ટ કરે છે. દુઃખ, અતિ દુખ માણસને પાપ કરવા, ખોટાં કામ કરવા મજબૂર કરે છે. એટલા માટે તે દયાપાત્ર છે. કોઈ જીવ કર્મવશ હોઈ ખોટું કામ કરતો હોય તે પણ દયાપાત્ર છે.
દુઃખી જીવોનો તિરસ્કાર ન કરો. હા, એમને સન્માર્ગ ઉપર લાવવાના ઉપાય રૂપે તેમને મારવા પડે તો અંગોપાંગને નુકસાન ન થાય તે રીતે મારો. તેમને સુધારવા માટે શિક્ષા કરવી પડે તો અવશ્ય કરો. ભાવ જોઈએ દયાનો, અનુકંપાનો, કરુણાનો. અનુકંપા યથાશક્તિ કરવાની છે : - ગ્રંથકાર આચાર્યદિવે અનુકંપાની વાત કરતી વખતે તમારો ખ્યાલ કર્યો છે. તમારી શક્તિ અનુસાર દયા-અનુકંપા કરવાની વાત કહી છે. આ વાત દ્રવ્ય-દયાના વિષયમાં કહી છે. ભાવ-અનુકંપામાં "યથાશક્તિ”નો પ્રશ્ન જ ઊભો થતો નથી.
તમારી આર્થિક સ્થિતિ અનુસાર તમારે દ્રવ્ય-અનુકંપા કરવાની છે. શક્તિથી ઓછી નહીં, શક્તિથી વધારે નહીં. "યથાશક્તિ”નો અર્થ આ છે. આજકાલ લોકો આ શબ્દનો દુરુપયોગ કરે છે. શક્તિ ઘણી હોય છે, પરંતુ દાન ઓછું આપે છે. પછી કહે છે "અમે યથાશક્તિ દાન આપીએ છીએ.”
એક શ્રાવકને જ મેં પૂછ્યું: “તમે કદી કોઈ ભિખારીને પેટ ભરીને ભોજન આપ્યું છે ?" તેમણે કહ્યું : “ના, ભિખારી આવે છે. એક-બે રોટલીઓ આપીએ છીએ. કોઈ વાર વધેલા દાળ-ભાત આપીએ છીએ. આપની સામે જૂઠું નહીં બોલું, કદી ભિખારીને પેટ ભરીને ખાવા આપ્યું નથી.”
મેં પૂછ્યું : શું તમારી શક્તિ નથી તેને ભરપેટ ખવડાવવાની? તેમણે કહ્યું "શક્તિ તો છે પરંતુ ભાવના હોવી જોઈએ ને?
મેં કહ્યું તમે કોઈ સ્નેહી સ્વજનને ત્યાં ભોજન કરવા ગયા અને તેમણે તમને પરિમિત ભોજન જ આપ્યું, તમને પેટ ભરીને ભોજન ન મળ્યું, તો તમારા મનમાં કોઈ દુઃખ થશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org