Book Title: Shravaka Jivan Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 281
________________ ૨૭૫ પછી બંને મહામંત્રીઓ મળ્યા, પરસ્પર ગાઢ મૈત્રી બંધાઈ ગઈ, દેવગિરિની મધ્યમાં દેરાસર બંધાઈ જાય છે ! દાનથી દોસ્તી બંધાય છે. દાનથી મનુષ્ય લોકપ્રિય બને છે. દાનથી ઇચ્છિત કાર્યોની સફળતા પ્રાપ્ત થાય છે. ઉપસંહાર : ભાગ - લોકપ્રિય વ્યક્તિની સમાજમાં નિંદા થતી નથી, લોકાપવાદ નથી થતો. કદી લોકપ્રિય વ્યક્તિની નાની-મોટી ભૂલ થાય છે, પણ સમાજ એને માફ કરી દે છે. ચર્ચા નથી કરતો. ભૂલને ભૂલી જાય છે. તમે શ્રાવક છો. તમે લોકપ્રિય હશો, તો બીજા લોકોને જૈનધર્મ પ્રત્યે આદ૨વાળા બનાવી શકો છો. તમારે લીધે જૈનધર્મની પ્રશંસા થશે. તમારે લીધે જૈનધર્મમાં કોઈ ઉપદ્રવ નહીં થાય. એટલા માટે "લોકપ્રિય" બનવાનો નિર્ણય કરો, જે ઉપાયો બતાવ્યા છે તેનો અમલ કરો. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286