________________
શ્રાવકજીવન
૨૬૮ ૩. પથપ્રદર્શક બનો :
લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે તમારે કાર્ય કરવાની અદમ્ય ઇચ્છાશક્તિ પ્રાપ્ત કરવી પડશે. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ પોતાની મુશ્કેલી લઈને આવે, પોતાનો પ્રશ્ન લઈને આવે તો તમે હસીને તેનું સ્વાગત કરો અને તેની વાતો એકાગ્રતાથી સાંભળો. સાંભળીને વિચારીને, તેની સમસ્યાઓને હલ કરવાનો ઉપાય બતાવો. તેની સામે કાચ જેવા તદ્દન નિર્મળ-સાફ અને સાચા માર્ગ રજુ કરો અને એને સ્પષ્ટ રૂપે બતાવી દો કે "તમારી મુશ્કેલી અવશ્ય દૂર થઈ જશે, ચિંતા ન કરો. જ્યારે પણ મારી જરૂર પડે તો તમે નિઃસંકોચ મારી પાસે આવજો.” એનાથી તમારી લોકપ્રિયતા વધશે. ૪. બીજામાં તમારો વિશ્વાસ જન્માવો :
ખૂબ લોકપ્રિય બનેલા પુરુષો કહે છે, જો તમને એ વિશ્વાસ હોય કે બીજો માણસ સારું કાર્ય કરે છે, તો તેઓ સદેવ સારું કામ કરતા રહેશે. બીજા માણસોને એ સમજાવવાનો પ્રયત્ન કરો કે તમને તેમનામાં વિશ્વાસ છે. કોઈ બીજી વ્યક્તિમાં પૂર્ણ વિશ્વાસ કરવો એટલે તેનામાં આત્મવિશ્વાસ અને સંતુષ્ટિ ઉત્પન્ન કરવાં. તમે એને માટે પરમ પ્રિય વ્યક્તિ બની જશો. ૫. એક નિશ્ચિત કાર્યક્ષેત્ર રાખો:
લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે તમારી પાસે તમારું નિશ્ચિત કાર્યક્ષેત્ર હોવું જોઈએ. જો તમારી પાસે તમારું નિશ્ચિત કાર્યક્ષેત્ર હશે અને તમે આમજનતાને સ્પષ્ટતાથી કાર્યક્રમની જાણકારી આપશો તો તેઓ તમારું અનુસરણ કરશે. માણસો એવા લોકોનું અનુસરણ કરવા ઇચ્છે છે કે જે વાયદા પૂર્ણ કરે છે, તેના બદલામાં સફળતા પ્રદાન કરે છે. લોકોને તમે કાર્યનો વાયદો કરો છો અને પછી એ કાર્યને પૂર્ણ કરો છો તો તમારી લોકપ્રિયતા વ્યાપક બને છે. ૬. પોતાનું કાર્ય કરતા રહો : – તમે શાન્તિથી, નિશ્ચિત ભાવથી કાર્ય કરતા રહો, તમને ખબર હોવી જોઈએ
કે તમારી મંજિલ ક્યાં છે. – તમારી વેશભૂષા અને રીતભાત પણ બીજાં સામે મહત્ત્વ ધરાવે છે. - તમારે પ્રાયઃ પ્રસન્નચિત્ત રહેવું જોઈએ. – તમારી વાણી મીઠાશભરી અને સુસંસ્કૃત હોવી જોઈએ. – તમારો વ્યવહાર સંયત અને વિશ્વસનીય હોવો જોઈએ, તો તમે લોકપ્રિયતાના શિખરે પહોંચી જશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org