________________
૨૭૦
શ્રાવકજીવન - કાર અકસ્માત થયો, રેલવે અકસ્માત થયો યા પ્લેન અકસ્માત થયો. એમાં
તમારા પરિચિત પરિવારની કોઈ વ્યક્તિ મરી ગઈ, અથવા ઘાયલ થઈ. તમને ખબર પડતાં જ તેને ઘેર જાઓ અને આશ્વાસનના, સહાનુભૂતિના બે શબ્દો
કહો.
૧૧. બીજાનો વિશ્વાસ નભાવોઃ
તમારી ઉપર જેમણે વિશ્વાસ મૂક્યો હોય, એ વિશ્વાસને કોઈ પણ પરિસ્થિતિમાં નભાવવાથી તમે અત્યંત લોકપ્રિય બની જશો. તમારી ઉપર વિશ્વાસ કરીને, કોઈ વ્યક્તિએ તમને રાખવા માટે અથવા વેપાર કરવા માટે પૈસા આપ્યા; સમયાવધિ પૂર્ણ થતાં પૈસા પરત કરો છો તો તમારી ઈજ્જત વધે છે. - તમારા સ્નેહીએ, મિત્રે તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને કહ્યું "અમારે એક અઠવાડિયું બહારગામ જવું છે. બે બાળકો તમારે ઘેર મૂકીને જઈએ છીએ. તેમની સ્કૂલ ચાલુ છે. સંભાળજો.” જ્યારે તેઓ બહારગામથી આવે ત્યારે બાળકો કહે છે : “અમને ખૂબ આનંદ આવ્યો. અમારી ખૂબ કાળજી રાખતા હતા કાકા.” બસ, થઈ ગયું કામ. એ પરિવારમાં તમે પ્રિય બની ગયા. ૧૨. બીજા લોકોમાં ઊંડી રુચિ લો.
અમેરિકાની પ્રકાશન સંસ્થા રેન્ડમ હાઉસના ભૂતપૂર્વ અધ્યક્ષ બેનેટ સફ" દુનિયાની સવધિક પ્રિય વ્યક્તિઓમાંથી એક હતા. ન તો તેમનું વ્યક્તિત્વ ભવ્ય હતું, ન એમનો અવાજ પ્રભાવશાળી હતો, અને ન તો તેઓ સમર્થ વક્તા હતા. પરંતુ બેનેટ સદાય પ્રફુલ્લ દેખાતા હતા. બીજા લોકોમાં ઊંડી રુચિ રાખતા હતા. તેમની સાથે દશ મિનિટ વીતાવવામાં તમે એકદમ તેમની વાતમાં તલ્લીન થઈ જાઓ અને એ પૂરી વાતચીત હોય પણ તમારી બાબતની જ ! ૧૩. બીજાંને શાન્ત અને સહજ રાખો :
લોકપ્રિય વ્યક્તિમાં આ ગુણ હોવો અતિ આવશ્યક છે કે જે બીજાંને શાન્ત અને સહજ રાખી શકે. તેણે પોતાના ભાવોને નિયંત્રિત રાખવા જોઈએ. એનાથી પરિસ્થિતિ બીજાં માટે સહજ થઈ જાય છે. બીજા લોકો એ વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધાવાન બની જાય છે. તેનું કહ્યું માને છે. તેને પોતાની વચ્ચે જોઈને લોકો પ્રસન્ન થાય છે. ૧૪. પત્રવ્યવહારમાં નિયમિત રહો:
એક લોકપ્રિય વ્યક્તિએ બતાવ્યું કે તે પત્રવ્યવહારમાં ખૂબ જ નિયમિત રહે છે. કેટલાક પત્રો તેઓ જાતે જ લખે છે. તેમનું કહેવું છે કે લોકો તેમના હસ્તાક્ષરોથી અનહદ ખુશ થાય છે. પત્રની ભાષાનું તો પૂછવું જ શું? ભોજન છોડીને, ટી.વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org