Book Title: Shravaka Jivan Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 262
________________ રપ૬ શ્રાવકજીવન પાપ નહીં કરું, ધર્મની આરાધના કરીશ તો આગામી જન્મોમાં મારે દુઃખી નહીં થવું પડે. સમતાભાવથી મારે દુઃખો સહન કરવાનાં છે." આવી સમજદારી દુઃખી માણસોમાં હોવી જોઈએ. આવી સમજદારી જેમનામાં નથી તેઓ દુખી થવા છતાં પાપ કરે છે! અહીં તો દુખી છે જ, આવનારા જન્મોમાં પણ તેઓ દુખી જ થશે. વધારે પાપ કરશે તો પશુયોનિમાં અથવા નરકયોનિમાં જવું પડશે. ત્યાં તેઓને ઘોર દુખો સહન કરવો પડશે. અહીં સુખી, પરલોકમાં દુઃખી : કેટલાક લોકો એવા હોય છે, જેમને અહીં પુણ્યકર્મના ઉદયથી સુખનાં અનેક સાધનો મળ્યાં છે - પૂર્વ જન્મોમાં તેમણે ધર્મની આરાધના કરીને પુણ્યકર્મ બાંધ્યાં હતાં, એ પુણ્યકર્મો આ જન્મમાં ઉદયમાં આવવાથી સુખનાં અનેક સાધનો પ્રાપ્ત થયાં છે. પરંતુ જો તેઓ એ સાધનોનો દુરુપયોગ કરે, પાપાચરણ કરે તો આગામી જન્મોમાં એ લોકો દુખી જ થવાના છે. કેટલાક લોકો આ તત્ત્વજ્ઞાનથી વંચિત છે. તેઓ પ્રશ્ન પૂછે છે : “આ લોકો કેટલાં બધાં પાપ કરે છે, છતાં પણ તેઓ કેટલા સુખી છે ? આપણે એટલાં પાપ નથી કરતા છતાં પણ દુઃખી છીએ, એવું કેમ ?” એ પ્રશ્નનો જવાબ મળી ગયો ને ? તમે પૂર્વ જન્મનાં પાપોનું ફળ આ જન્મમાં ભોગવી રહ્યા છો, પેલા લોકોને આ જન્મનાં પાપોનાં ફળ આવનાર જન્મોમાં ભોગવવા પડશે. એટલું જ અંતર છે. “પાપોથી જ દુઃખ આવે છે - એ સિદ્ધાંતને દયમાં સ્થાપિત કરી લેવો. આપણાં પાપ આપણને દુખી કરે છે, બીજું કોઈ નથી કરતું. આ સિદ્ધાંતને માનીને ચાલશો તો દુઃખ વધારે સતાવશે નહીં અને હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે પાપોથી બચવા માટે ભરપૂર પ્રયત્ન કરતા રહેશો. "પાપોથી જ દુઃખ આવે છે, એટલા માટે પાપોથી બચવાનું છે.” જેઓ આ જન્મમાં દુખી છે, તેઓ પૂર્વ જન્મોમાં પાપી છે. એમના પ્રત્યે આપણા દયમાં અનુકંપાનો ભાવ પેદા થવો જોઈએ. અનુકંપા = પહેલાં હું તમને "અનુકંપા” શબ્દનો અર્થ સમજાવું છું. આ શબ્દ સમજવી ખૂબ જ આવશ્યક છે, કારણ કે "અનુકંપા” સમક્તિનું એક લક્ષણ છે એટલું જ નહીં, "ચરમાવર્ત કાળમાં આવેલા જીવોનું પણ આ વિશિષ્ટ લક્ષણ છે. "દુખી જીવો પ્રત્યે અત્યંત દયા” ચરમાવર્ત કાળમાં આવેલા જીવોમાં અવશ્ય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286